September 7, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

  • બેસ્‍ટ ક્‍વેસ્‍ટ પેપર મિલમાં મોડી રાતે આગ લાગી હતી : સવાર સુધી નહોતી બુઝાઈ આગ : 10 ઉપરાંત ફાયર ફાયટરોની ખડે પગે મહેનત

  • મોટી માત્રામાં કાગળ અને કાચો માલ સંગ્રહીત હોવાથી આગ પર કાબુમેળવાતો નહોતો : આસપાસ કંપનીઓની સુરક્ષાની સાવધાની રખાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
વાપી નજીક આવેલ મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયા સ્‍થિત એક પેપર મિલમાં બુધવારે મોડી રાતે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી સહિત ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. આગ વિકરાળ સ્‍વરૂપ પકડી લીધુ હતું. રાતે લાગેલી આગ સવાર સુધી બુઝાઈ નહોતી.
ઘટના સ્‍થળેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કાર્યરત બેસ્‍ટ ક્‍વેસ્‍ટ પેપર મિલમાં બુધવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી. કંપનીમાં પેપર અને કાચા માલનો વિપુલ સ્‍ટોક પડેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરીને આખી કંપની લપેટમાં લઈ લીધી હતી. જેવી આગ લાગી કે તુરત જ ફરજ પરના કર્મચારીઓ સલામત જગ્‍યાએ દોડી જતા કોઈ જાનહાની સર્જાઈ નહોતી. બીજી તરફ આગના સમાચાર બાદ વાપી પાલિકા અને જીઆઈડીસીના ફાયર ફાયટકો ઘટના સ્‍થળે ધસી જઈને આગ પર કાબુ કરતા રહેલા. પરંતુ આગ વધુ ને વધુ પ્રસરતા આસપાસના પારડી, સરીગામ જેવા વિસ્‍તારોના વધઉ આઠથી દશ ફાયર ફાયટરોની સેવા લેવાઈ હતી. આગની ભયાનકતાને ધ્‍યાને લઈને આસપાસ આવેલ અન્‍ય કંપનીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. તેથી અન્‍ય કંપનીઓ સુરક્ષા માટે જરૂરી સાવધાની લેવાઈ હતી. બેકાબુ બનેલીઆગ છેક સવાર સુધી આઠ થી દશ કલાક ચાલુ રહી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અંતે માંડ માંડ આગને કાબુ કરી લેવાઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.

Related posts

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment