Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
આજે ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્‍યમાં કોરોના નિયંત્રણ સ્‍થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. જેમાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્‍યા હતા તે મુજબ આવતીકાલ તા.11 ફેબ્રુઆરીથી વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં હાલમાં અમલી રહેલ રાત્રી કરફયુ નાબૂદ કરવાનીકોર કમિટીએ જાહેરાત કરી છે. કોર કમિટીના નિર્ણયને ચોતરફ આવકાર મળી રહ્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં આરોગ્‍યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્‍ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્‍ય સચીવશ્રી પંકજકુમાર તેમજ અધિક મુખ્‍ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્‍ઠ સચિવો બેઠકમાં સહભાગી બનીને કોરોના સંક્રમણની સમીક્ષા કરાઈ હતી. જેમાં મહત્ત્વનો નિણ4ય એ લેવામાં આવ્‍યો હતો કે ફક્‍ત આઠ મહાનગરો તા.11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 5 વાગ્‍યા સુધી કરફયુ અમલમાં રહેશે. આ અગાઉ 27 નગર-મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કરફયુ અમલી હતો. અન્‍ય કોરોના ગાઈડલાઈન નવિન જાહેરનામુ બહાર પડાયું છે.

Related posts

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

ખૂંટેજ ગામે સાતમ આઠમ નો જુગાર રમતા સરપંચ પુત્ર સહિત ત્રણની ધરપકડ

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

Leave a Comment