Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.10

ચીખલી પોલીસ મથકમાં કોસ્‍ટેબલ તરીકે ફરજ બજાવનાર રવિંન્‍દ્રસિંહ રાઠોડ દ્વારા પોતે અને તેના માણસો મારફત નેશનલ હાઇવે પર ખાનગી વાહનોમાં દારૂનું વહન કરતી મહિલાઓને ઝડપી દારૂ અને તેમની પાસેથી અવાર નવાર રોકડા રૂપિયા ખંખેરી લેતા આ કોસ્‍ટબલના ત્રાસથી તંગ આવી ગયેલ મહિલાએ ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઇવે પર ખાનગી વાહનોમાં દારૂનું વહન કરતી મહિલાઓને ઝડપી દારૂ અને તેમની પાસેથી અવાર નવાર રોકડા રૂપિયા ખંખેરનાર ચીખલી પોલીસ મથકમાં કોસ્‍ટેબલ તરીકે ફરજ બજાવનાર રવિંન્‍દ્રસિંહ રાઠોડ દ્વારા પોતે અને તેના માણસો મારફત મહિલાઓને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેના ત્રાસથી તંગ આવી ગયેલ મહિલાએ ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી હતી. આ અંગે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્‍યાય દ્વારા તપાસ કરી કોસ્‍ટબલ રવીન્‍દ્રસિંહ રાઠોડને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. જિલ્લા પોલીસ વડાના ફરજ મોકૂફનાહુકમની બજવણી પણ આ કોસ્‍ટેબલને કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ચીખલી પોલીસ મથકમાં કોસ્‍ટેબલ ડેથના પ્રકરણમાં પણ કોસ્‍ટેબલ રવીન્‍દ્રસિંહ રાઠોડની સંડોવણી બહાર આવી હતી. પરંતુ અધિકારીઓ સાથેની વગના કારણ જે તે સમયે તેની સામે કાર્યવાહી થઈ ન હતી અને ફરી ચીખલી પોલીસ મથકમાં જ પોસ્‍ટિંગ થઈ હતી. જોકે આ પ્રકરણ બાદ પણ બોધપાઠ લેવાના સ્‍થાને ફરી અસલિયત પર આવી ખાખી વર્દીનો રૌફ જમાવવાનું ચાલુ રાખ્‍યું હતું. પરંતુ મોડે મોડે પણ ‘ભગવાન કે યહાં દેર હે, અંધેર નહિ’ એ ઉક્‍તિ સાચી પુરવાર થવા પામી છે.

ચીખલીના પીઆઇ પી.જી.ચૌધરીના જણાવ્‍યાનુસાર કોસ્‍ટેબલ રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કરાયો છે અને તે હુકમની બજવણી પણ કરી દેવામાં આવી છે.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

Leave a Comment