Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડ

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

છ જેટલા સુચિત ડેમો બનશે તો 50 હજાર આદિવાસીને અસર થશે : કોંગ્રેસ નેતાઓ ઠેર ઠેર સભા યોજી મેદાને

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14
તાજેતરમાં કેન્‍દ્રીય નાણામંત્રીએ નવિન બજેટમાં ગુજરાતની પાર-નર્મદા-તાપી નદી લિંક પ્રોજેક્‍ટ બનાવવાની જોગવાઈ અને જાહેરાત કરી હતી. જેના પ્રત્‍યાઘાત પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ-ધરમપુર વિસ્‍તારમાં પડવા શરૂ થયા છે. કોંગ્રેસી નેતાઓ, ધારાસભ્‍ય ઠેર ઠેર સભાઓ યોજી વિરોધનો વંટોળ ઉભો કરી રહ્યા છે.
ભારત સરકારના નાણામંત્રી સિતારમણે 2022-23નું કેન્‍દ્રીય બજેટ તાજેતરમાં સંસદમાં રજૂ કરેલું. જેમાં દેશમાં કેટલીક નદીઓને જોડવા રીવર લિંક યોજનાઓ બજેટમાં જોગવાઈ કરાઈ છે. જે પૈકી ગુજરાતની દમણગંગા, ઔરંગા, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટની જોગવાઈ સાથે નાણા ફાળવણી કરી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય બાદ દક્ષિણ ગુજરાત ખાસ કરીને પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ અને ધરમપુર વિસ્‍તારમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે તેનું કારણ કે ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ડાંગમાં વઘઈ-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ સહિત ધરમપુર વિસ્‍તારના ગામોમાં સભાઓ યોજીરહ્યા છે અને લોકોને જણાવી રહ્યા છે કે આ યોજનામાં છ જેટલા ડેમ બનશે અને 50 હજાર ઉપરાંત આદિવાસીને અસર થશે. ઘણા ગામો ડૂબાણમાં જશે અને જમીનો પણ જશે. ડાંગમાં ત્રણ અને ધરમપુરમાં પૈખડ, ચાસ માંડવા, મોહના કાચવાળીમાં ડેમો બનનાર છે. ધરમપુર વિસ્‍તારમાં તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ તથા ધારાસભ્‍ય અનંત પટેલ ભરૂચના રાજ વસાવા જેવા નેતાઓએ આંદોલનના રણશિંગા ફૂંકી દીધા છે. વિરોધ સાથે આદિવાસીઓ ઠરાવો પણ કરી રહ્યા છે. આગામી સમયે આંદોલન જોર પકડે તેવી નૂકચેતીઓ નજરાઈ રહી છે.

Related posts

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

Leave a Comment