September 23, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

પરિવાર લોનાવાલાથી લગ્ન પ્રસંગ પતાવી પરત આવી રહેલ : વાપી સ્‍ટેશને 49 હજારની મત્તાવાળુ પર્સ ચોરાઈ ગયુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16
વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિકંદરાબાદ એક્‍સપ્રેસ ટ્રેનમાં વડોદરાના પરિવારેમહિલાનું 49 હજારની મત્તા ભરેલ પર્સ ચોરાઈ ગયું હતું. વડોદરામાં પરિવારે ફરિયાદ નોધાવ્‍યા બાદ ફરિયાદ વાપી જી.આર.પી.ને મળતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વડોદરા આર.વી.દેસાઈ રોડ જવાહર નગરમાં રહેતા સંજય જયંતિભાઈ લોનાવાલામાં લગ્ન પ્રસંગે ગયા હતા. પરિવાર સાથે વડોદરા જવા માટે સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્ય હતા. પરિવાર બર્થમાં સુતો હતો તે દરમિયાન પત્‍નીએ માથે રાખેલ પર્સ વાપી સ્‍ટેશન ઉપર કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. પર્સમાં 14 હજાર રોકડા, બે મોબાઈલ, 49 હજાર રૂા.ની મત્તા હતી
પરિવારે વડોદરા પહોંચી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ વાપી રેલ્‍વે પોલીસમાં ટ્રાન્‍સફર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

Leave a Comment