August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અખંડ જ્‍યોતિના 100વર્ષ પૂર્ણ અને વંદનીય માતા ભગવતી દેવી શર્મા શતાબ્‍દી વર્ષ 2025મા 100વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જ્‍યોતિ કળશ રથયાત્રા હરિદ્વારથી દાદરા નગર હવેલીમાં ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની શરૂઆત ભીલાડથી થઈને વલવાડા, બોરીગામ, નરોલી બાદ તિરૂપતિ નગર, પાર્કસીટી અને પ્રમુખ ગાર્ડનમાં ભ્રમણ કરી બીજા દિવસે આમલી શાકભાજી માર્કેટ, સરસ્‍વતી ચોક, હનુમાન મંદિર, યોગી હિલ, એકદંત સ્‍કવેર, તિરૂપતિ રેસીડન્‍સી અને ત્રીજા દિવસે સેલવાસના પ્રમુખ આંગન, પટેલ ફળિયા, સામરવરણીથી મનોરથ સોસાયટી સેલવાસમાં ભ્રમણ કરી હતી. આ ‘જ્‍યોતિ કળશ રથ યાત્રા’નું આયોજન ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેના દર્શનનો લાભ મોટી સંખ્‍યામાં સનાતની ભાઈ-બહેનોએ લીધો હતો.

Related posts

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment