October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણ જિલ્લા પંચાયતના નવનિર્વાચિત અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ રમણભાઈ પટેલે પદભાર સંભાળતા જ પ્રશાસકક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની શરૂઆત કરાવી હતી. ગ્રામીણ વિકાસના કામનો આરંભ આજે તેમણે પોતાના મતદાર વિસ્‍તાર દલવાડાથી શરૂ કર્યો હતો.
મરવડ પંચાયત સ્‍થિત દલવાડા ગામની ચોકે ફળિયામાં જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી જતિન પટેલ, એક્‍ઝિક્‍યુટિવ એન્‍જિનિયર શ્રી એમ.બી.ગોહિલ, સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ, ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, મરવડ પંચાયતના સભ્‍યો, અગ્રણીશ્રી પ્રવિણ પટેલ સહિત દલવાડા ગામના આગેવાનોની સાથે ડામર રોડના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું.
દલવાડા ગામના ચોકી ફળિયાથી પ્રકાશ ફળિયા સુધી બનનારી આ સડક એક કિલોમીટરથી વધુ લાંબી છે. ઘણાં લાંબા સમયથી આ રોડના નિર્માણની માંગ જોર પકડી હતી. દલવાડા ગામના આગેવાનોએ આ રોડના કામનો પ્રારંભ કરવા બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

Leave a Comment