October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: 21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીને આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ-લંડન ખાતે તેમની ગ્રામીણ ભારતમાં 12 વર્ષની સર્જન તરીકેની સફરને રજૂ કરવા માટે આમંત્રણ મળ્‍યું હતું. લંડનમાં તા.17 થી 19 ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર કેન્‍સર કોન્ફરન્સમાં ભારતના સૌથી યુવા સર્જન એવા ડો.અક્ષય નાડકર્ણીને કેન્‍સર અંગે તેમનાં અનુભવો રજૂ કરવા માટે આ તક મળી હતી.
તેમણે બે વિષયો પર વાત કરી હતી. એક નાની જગ્‍યાએ કેન્‍સરનું સંચાલન કરવાનો તેમનો અનુભવ હતો. જેમાં તેણે પ્રારંભિક તપાસથી લઈને રેડિયેશન થેરાપી સુધી પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓને આવરી લેતા મુદ્દાઓને સારી રીતે રજૂ કર્યા હતા. તેમણે ભારત સરકારની આયુષ્‍માન ભારત યોજનાઓની પણ પ્રશંસા કરી અને તે કેવી રીતે ગ્રામીણ વિસ્‍તારમાં કેન્‍સરના ગરીબ દર્દીઓ આ યોજનાનો લાભ લે છે એની જાણકારી આપી હતી. તેમણે 20 મિનીટ સુધી બંને વિષયો પર વાત કરી હતી. હાલમાં તેઓ આ કોંગ્રેસ બાદ કેમ્‍બ્રિજમાંથી રોબોટિક સર્જરીની તાલીમ પણ લઈ રહ્યા છે.
તેમણે વાપીમાં 12 વર્ષ પૂરા કર્યા છે અને વાપીમાં રેડિયેશન, કીમોથેરાપીની અને રોબોટિક્‍સ સહિતની તમામકેન્‍સર કેર સુવિધાઓ શરૂ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.
21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરએ તેના 3 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી અને કેન્‍સર જાગૃતિ અને સારવાર માટે ભારતને વિશ્વ સ્‍તરે રજૂ કરવા માટે ડૉ.અક્ષયને તક મળી એ 21તદ્દ સેન્‍ચ્‍યુરી અને નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્‍પિટલ્‍સ માટે ગર્વની ક્ષણ છે.

Related posts

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા

vartmanpravah

Leave a Comment