Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી જીઆઇડીસી રાઇટર સેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી રૂા. 16 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓને પકડી પાડતી વલસાડ જીલ્લા એસઓજી અને એલસીબી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ-વાપી, તા.11
વાપી જીઆઇડીસી રાઇટર સેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી રૂા.16 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓને વલસાડ જીલ્લા એસઓજીઅને એલસીબીએ ઝડપી પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 27/01/2020ના રોજ રાઇટર સેફ ગાર્ડ કંપનીના કર્મચારી યતિન સુમનભાઈ પટેલ રહેવાસી કોચરવા તા.વાપીનાઓ રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્‍સ્‍ટાકાર્ટનું કલેકશન કરવાનું કામ કરતા કર્મચારી યતિનભાઇ પટેલ તા.27/01/2020ના રોજ સવારના દસ વાગે એન.આર.અગ્રવાલ સર્કલ પાસે આવેલ ઇન્‍સ્‍ટાકાર્ટ પ્રા.લિ.કંપની (ઈ-કાર્ટ)માંથી શનિવાર તથા રવિવારના કલેક્‍શનના રૂા.16,09,178/- બેગમાં મુકી પોતાના હોન્‍ડા સ્‍પલેન્‍ડર મોટર સાયકલ ઉપર એકસીસ બેંકમાં જમાં કરાવવા માટે જઇ રહેલ હતા, ત્‍યારે એન.આર. અગ્રવાલ કંપનીના સર્કલ પાસે શ્રી યતિનભાઈને પાછળથી માથામાં ફટકો મારતા બાઇક સાથે નીચે પડી ગયેલ અને બે અજાણ્‍યા ઇસમો પાસે આવી કહેવા લાગેલ કે, તુ બે દિવસથી મારીબહેનને હેરાન કરે છે અને છેડતી કરે છે. તું મારી ગાડીમાં બેસીજા એમ કહી યતિનભાઇને આરોપીઓએ પોતાના હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલમાં વચ્‍ચે બેસાડી પ્રાઇમ સર્કલથી હાઇવે સર્વિસ રોડ ઉપર થઇ દમણગંગા નદીના પુલ પાસે આવેલ મુક્‍તિધામ નજીક લઇ જઇ કલેક્‍શનના રૂપિયા તથા તેનો મોબાઇલ ફોન લૂંટી લીધેલ હતા. આ બનાવ બાબતે વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશનનમાં ઇ.પી.કો કલમ 394, 365, 114 મુજબ ગુનો દાખલ થયેલ હતો .
ઉપરોક્‍ત લૂંટ તથા અપહરણનો ગંભીર પ્રકારનો વણશોધાયેલ ગુનો હોય જેથી આવા મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ ડીટેઇક કરવા ‘અધિક પોલીસ મહાનિદેશક સુરત રેન્‍જ સુરત શ્રી એસ.પી.રાજકુમાર પાંડીયન તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી શ્રીપાલ શેષમાં વાપી વિભાગ વાપીનાઓના માર્ગદર્શન અને સુચના આધારે અનડીટેઇકટ ગુનાઓ શોધવાની કામગીરી કરતા હતા. દરમ્‍યાન ગત તા .09 /03/2022ના રોજ નાસતા-ફરતા સ્‍કવોડના પો.કો. ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહનાઓને ચોક્કસ મળેલ બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્‍ત લૂંટ વિથ અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી નીલ કલાસીક ઓટો શો – રૂમમાં કામ કરતો હોવાની ચોક્કસ મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સબઇન્‍સ્‍પેકટર શ્રી એલ.જી.રાઠોડ, એસ.ઓ.જી. વલસાડ તથા નાસતા-ફરતા સ્‍કવોડના માણસો મહારાષ્‍ટ્ર ખાતે જઇ આરોપી નીલનાને પકડી વાપી ખાતે લઇ આવી વધુ પુછપરછ કરી આ ગુન્‍હામાં સંડોવાયેલ ટીપર તથા લુંટમાં સામેલ અન્‍ય ત્રણ આરોપીઓને ગુન્‍હામાં વાપરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી ગુન્‍હાના કામે વાપી જી.આઇ.ડી.સી પો.સ્‍ટેમાં સોંપવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓમાં (1) નીલ 5/0 સંજયભાઇ જોન્‍સા, (2) અજીમ રફીક મેમણ, (3) ગીતમ ઘેવરલાલ માલી, (4) મદનલાલ પીરારામ માલી,પોલીસે આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ-4 કિં.રૂા.40,000/ – તથા હિરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નં. ડીડી-03-જી-7895, કિં.રૂા 20,000/-મળી કુલ્લે કિંમત રૂા.60,000/ લૂંટનો પ્‍લાન તથા મોડસ ઓપરન્‍ડી કરવામાં આવી હતી.
આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ગૌતમ માલી તથા અજીમ મેમણ સને 2010 ના વર્ષમાં વાપી ગોવીંદા કોમ્‍પલેક્ષમાં આવેલ આઇડીયા કંપનીના સંભવ સેલ્‍યુલર સ્‍ટોરમાં સેલ્‍સમેન તરીકે અને આરોપી નીલ તથા આરોપી મદનલાલ માલી ઝોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતા હોય ચારેય જણા એક બીજાના મિત્ર હોવાથી એકબીજાના પરીચયમાં હતા. બાદ સને , 2018ના વર્ષમાં આરોપી ગીતમ માલીએન.આર.અગ્રવાલ સર્કલ પાસે આવેલ ઇન્‍સ્‍ટાકાર્ટ પ્રા.લિ. કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો ત્‍યારે ફરીયાદી યતિનભાઇ દરરોજ પૈસાનું કલેકશન કરવા આવતો હતો. જેથી આરોપી ગૌતમ ફરીયાદી યતિનભાઇને સારી રીતે ઓળખતો હતો અને આરોપી ગૌતમ ઇન્‍સટાકાર્ટના પાર્સલ કુરીયર કરી દરરોજ આશરે રૂા.25 થી 30 હજારનું કલેકશન કરતો હોય અને આ કંપનીમાં 20 થી 25 ડીલીવરી બોય ડીલીવરીનું કામ કરતા હોય જેથી આરોપી ગૌતમને ઇન્‍સટાકાર્ટ કંપનીમાં દરરોજ 6 થી 7 લાખ રૂપીયાનું કલેકશન જમાં થતુ હતુ અને બનાવના આગલા દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેતી હોય. જેથી કંપનીમાં શનિવાર તથા રવિવારના દિવસનુ પૈસાનું કલેકશન જમાં થતુ હોવાની અગાઉથી જાણકારી હતી અને આરોપીઓનો પગાર ઓછો હોય અને આર્થિક સંકળામણ રહેતી હોવાથી ગુંજન ખાતે આવેલ ચાઇનીસ ગલીમાં ચારેય જણાએ ભેગા મળી રાઇટર સેફગાર્ડના કર્મચારી યતિનભાઇને એન.આર.અગ્રવાલ સર્કલ પાસે લુંટી લેવાનો પ્‍લાન કરેલ હતો અને બનાવના બે દિવસ પહેલા આરોપીઓએ રેકી કરી ફરીયાદીની અવરજવર તથા તેના મોટર સાયકલની માહિતી મેળવેલ હતી અને બનાવના દિવસે આરોપી નીલ તથા અજીમ મોટર સાયકલ ઉપર કંપનીની બહાર વોચમાં તથા આરોપી મદનએન. આર.અગ્રવાલ સર્કલ પાસે વોચમાં ઉભેલ હતો અને મદન પોતાના ઉપર શંકા નહી જાય તે માટે વાપી વિસ્‍તારમાં ડીલીવરી જતો રહેલ અને ફરીયાદી કંપનીમાંથી પૈસાનું કલેકશન કરી મોટર સાયકલ ઉપર બહાર નીકળી એન.આર.અગ્રવાલ સર્કલ પાસે પહોંચતા પ્‍લાન મુજબ ફરીયાદીનુ નીલ તથા અજીમે અપહરણ કરી દમણગંગા પુલ પાસે લઇ જઇ પૈસા તથા મોબાઇલ ફોનની લુંટ કરી આરોપી ઓ નાસી ગયેલ હતા.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ (1) પકડાયેલ આરોપી અજીમ મેમણ ધોરણ 12 સુધી અભ્‍યાસ કરેલ છે અને હાલમાં દમણ ખાતે વાઇનશોપની દુકાનમાં નોકરી કરે છે. મજકુર આરોપી (1) વાપી જી.આઇ.ડી.સી પો.સ્‍ટેશન પ્રોહી એકટ કલમ 65 એઇ, 81, 98 (2) તથા (2) ડુંગરા પો.સ્‍ટે પ્રોહી એકટ કલમ 65 એઇ , 81, 98 (2) મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ છે. (2) નીલ જોન્‍સા જે કોમ્‍પ્‍યુટર ટેકનોલોજી ડીપ્‍લો સુધીનો અભ્‍યાસ કરેલ છે અને આ અગાઉ તે વાપીમાં રહેતો હતો અને ચલા ખાતે આવેલ જોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો અને હાલમાં તે મલાડ મુંબઇ ખાતે કલાસીક ઓટો સર્વિસના શો-રૂમમાં સેલ્‍સમેન તરીકે નોકરી કરે છે . (3) ગીતમ ઘેવરલાલ માલી જેણે ધોરણ 10 સુધીનો અભ્‍યાસ કરેલ છે અને તે હાલ છેલ્લા દોઢ વર્ષથીવાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશનમાં જી.આર.ડી તરીકે નોકરી કરે છે . (4) મદનલાલ માલી જે ધોરણ 10 સુધીનો અભ્‍યાસ કરેલ છે અને હાલ છેલ્લા દસ દિવસથી તે છરવાડા ખાતે કોસ્‍મેટીક ચીજવસ્‍તુનો વેપાર કરે છે.
કામગીરીમાં સામેલ એસઓજી-એલસીબી નાસતા – ફરતા સ્‍કવોડના અધિકારી / કર્મચારી શ્રી વી.બી.બારડ, પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.ઓ.જી વલસાડ તથા શ્રી જે.એન.ગોસ્‍વામી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એલ. સી.બી.વલસાડ તથા શ્રી સી.એચ.પનારા પો.સબ.ઇન્‍સ એલ.સી.બી વલસાડ તથા શ્રી એલ , જી.રાઠોડ પો.સબ.ઇન્‍સ. એસ.ઓ.જી. વલસાડ તથા એસ.ઓ.જી/ એલ.સી.બી / નાસતા – ફરતા સ્‍કવોડના પો.કર્મચારી – (1) અ.હે.કોન્‍સ મહેન્‍દ્ર નારાયણ (ર) અ.પો.કો સમ્રાટ ભુદર (3) આ.પો.કો ઓમપ્રકાશ રણબહાદુરસિંહ (4) એ.એસ.આઇ અલ્લારખુ આમીર વાની (5) એ.એસ.આઇ પ્રવિણકુમાર કિરશનભાઇ યાદવ (6) પો.કો.સહદેવસિંહ રાજેન્‍દ્રસિંહ રાઠોડ (7) પો.કો.કુલદિપસિંહ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (8) અ.પો.કોન્‍સ દિગ્‍વીજયસિંહ વિક્રમસિંહ વાઘેલા (9) હિતેશ હુમલજીભાઇ ચાવડા (10) રાજેશ રણમલભાઇ ડાંગર નાઓ સામેલ હતો.

Related posts

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

Leave a Comment