April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.13
સરીગામ જી.આઈ.ડી.સી.માં કાર્યરત મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં કામદારોને સુરક્ષાના પાઠ ભણાવવામાં સાથે મનોરંજન મળી રહે એ રીતે 51માં રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
કંપનીના ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી મોબિનભાઈ શેખના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં કામદાર અને કર્મચારીઓને સુરક્ષા વિશે વિસ્‍તળત માહિતી આપી પ્રેક્‍ટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત મનોરંજન સાથે સુરક્ષા અને સલામતીના સંદર્ભમાં ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય એ રીતે વિવિધ ડિપાર્ટમેન્‍ટ વચ્‍ચે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કંપનીના કર્મચારીઓ અને કામદારોએ આ કોમ્‍પિટિશનમાં ઉત્‍સાહભેર ભાગ લઈ ચિત્ર, નાટક અને સૂત્રો જેવા કોમ્‍પિટિશનમાં અલગ-અલગ કળતિઓ રજુ કરી હતી.
સ્‍પર્ધામાં ભાગ લેનારા સ્‍પર્ધકોને કંપનીના તમામ ડિપાર્ટમેન્‍ટોનાકામદારોની ઉપસ્‍થિતિ વચ્‍ચે સ્‍ટેજ ઉપર આમંત્રિત કરી અગ્રતાના ધોરણે ઇનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં કામદાર અને કર્મચારીઓને પ્રોત્‍સાહિત કરવા માટે વલસાડ જિલ્લા સેફટી ઓફિસર શ્રી ડી.એમ.પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધિકારી શ્રી રાજેશભાઈ મહેતાની ખાસ હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી મોબિનભાઈ શેખ, શ્રી જીતેન્‍દ્ર નાયક, શ્રી કરણ શર્મા, શ્રી અમર મંડલ સહિતના કર્મચારીઓએ સુંદર કામગીરી બજાવી હતી.

Related posts

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અને ઇનોવેશન પ્રોગ્રામ, વી. એન. એસ જી .યુ દ્વારા રીસર્ચ એન્ડ ઇનોવેશન ગ્રાન્ટ પ્રાપ્ત થઇ

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

Leave a Comment