વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ટોકનપાડા ગામે વાપીથી મુંબઇ જતા રેલવે ટ્રેકની અપ ડાઉન લાઇન ઉપર કિ.મી. ૧પ૭/ ૧૩, ૧૧ ની વચ્ચે તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૮-૪૦ પહેલાં ટ્રેનની અડફટે આવી મરણ પામેલા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, શરીરે સફેદ કલરનું આખી બાંયનું શર્ટ તથા આછા ભૂરા ડાર્ક કલરનું લાઇનિંગવાળું પેન્ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.