September 24, 2026
Vartman Pravah
Other

‘વર્તમાન પ્રવાહ’ નો પડઘો’ દાનહ એસપીએ શાળા અને કોલેજના પ્રિન્‍સિપાલો સાથે કરી બેઠક : વિદ્યાર્થીઓની ગતિવિધિ ઉપર રખાશે નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસ ઝંડાચોક શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્‍ચે મારામારીના અહેવાલ ‘વર્તમાન પ્રવાહ’મા આવ્‍યા બાદ દાનહ પોલીસ અધિક્ષકે સેલવાસની દરેક શાળા અને કોલેજના આચાર્ય સાથે પોલીસ હેડક્‍વાર્ટર ખાતે બેઠકનું આયોજન કરવામા આવ્‍યુ હતું.
જેમા શાળા ખુલવાના સમયે અને બંધ થવાના સમયે અવરજવર, છેડછાળ,ભીડ નિયંત્રણ અને અન્‍ય મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ટ્રાફિક સ્‍ટાફ, સબંધિત બીટ અધિકારીઓ, સ્‍કાઉટ ગાઈડ અને એનસીસીની ટીમની સાથે એક સ્‍થાયી તંત્રને લાગુ કરવાનુ આશ્વાસન આપ્‍યું હતું.
પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ સ્‍ટાફને પણ નિર્દેશ આપ્‍યા છે કે શાળા પ્રશાસનની સાથે સમન્‍વય કરી સગીર ચાલકો દ્વારા થતાં ઉલ્લંઘનને રોકવા માટે પગલા લેવામા આવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment