October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં વહેલી સવારે આગ લાગી : દશ ઉપરાંત ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી ગયા

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.16
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે શુક્રવારે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આગની જાણ બાદ ચારે તરફ દોડધામ મચી જવા પામી હતી.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલી સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આજે શુક્રવારે સવારે અચાનક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. આગનું સ્‍વરૂપ એટલું વિકરાળ હતું કે જોત જોતામાં આખી કંપની આગની લપેટામાં આવી ગઈ હતી. ચોમેર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. સુપ્રિત કેમિકલની આગને લઈ આજુબાજુની કંપનીઓમાં પણ ભય ફેઈ ગયો હતો. દરેક કંપનીના કામદારો સલામત અંતરે દોડી ગયા હતા. સુપ્રિતના કામદારો પણ સમય સુચકતા વાપરી કંપનીની બહાર નિકળી આવ્‍યા હતા. આગમાં કોઈ જાનહાનીનો અહેવાલ નથી. આગની જાણ થતા તુરંત વાપી નગરપાલિકા, સરીગામ, અતુલથી 10 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે દોડી આવી આગને બુઝાવવાની ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Related posts

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

vartmanpravah

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

Leave a Comment