March 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

2022-23ના વર્ષ માટે વલસાડ જિલ્લાની 252 શાળાઓમાં 2344 જગ્‍યાઓ ઉપર પ્રવેશ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25ૅ મુજબ વિનામુલ્‍યે ધો.1 માં નબળાઅને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 લી જુન, 2022 ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. આ એક્‍ટ અંતર્ગત વર્ષ 2022-23માં વલસાડ જિલ્લાની 252 બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ 2344 જગ્‍યાઓ ઉપર પ્રવેશ મળવાપાત્ર છે. બાળકના વાલી https://rte.orpgujarat.comળ વેબસાઈટ ઉપર તા.30 માર્ચ, 2022 થી તા.11મી એપ્રિલ, 2022 દરમિયાન પ્રવેશફોર્મ ભરી શકશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્‍ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્‍પ લાઈન નં. 02632- 253210 ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્‍મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્‍ટ, વાલીએ પોતાની પાસે જ રાખવાની રહેશે. કોવિડ 19 મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્‍ટ કયાંય જમા કરવાની રહેશે નહીં. બાળકનો પ્રવેશ કન્‍ફર્મ ન થાય ત્‍યાં સુધી વેબસાઇટ જોતા રહેવું. આ અંગે સંબંધિતોને મોબાઈલ નંબર ઉપર રાજય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે,તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

2024ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં નાની દમણ કચીગામ ખાતેના સચિવાલયના સભાખંડમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે કરેલી બેઠક

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

Leave a Comment