Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે દમણના પદ્મશ્રી ખિતાબના વિજેતા સમાજ સેવિકા શ્રીમતી પ્રભાબેન શાહને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત મંત્રીમંડળના વરિષ્‍ઠ મંત્રીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રભાબેન શાહે દમણ ખાતે મહિલાઓના ઉત્‍થાન માટે કરેલા વિવિધ પ્રયાસોની નોંધ લઈ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે પસંદ કર્યા હતા. આજે રાષ્‍ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્‍ય સમારંભમાં શ્રીમતી પ્રભાબેન શાહ સહિત અન્‍ય પદ્મ પુરસ્‍કાર વિજેતાઓને રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્‍માનિત કરાયા હતા.

Related posts

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment