October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
ગત તારીખ 06/11/2021ના રોજ દમણ પોલીસ કંટ્રોલ રૂમને સૂચના મળી હતી કે સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાંની શેડની નીચે, બાકડાની ઉપર એક અજ્ઞાત વ્‍યક્‍તિ, ઉંમર વર્ષ આશરે 40 થી 45 વર્ષ જે બેહોશ હાલતમાં સુતેલો છે. જેની જાણકારી મળતા પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળ પર પહોંચી તેને સારવાર અર્થે નાની દમણની સરકારી હોસ્‍પિટલ મરવડમાં મોકલવામાં આવ્‍યો હતો. જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે અજ્ઞાત વ્‍યક્‍તિને મૃત જાહેર કરી આગળની કાર્યવાહી કરી મૃતકની લાશને મરવડ સરકારી હોસ્‍પિટલના મોર્જ રૂમમાં રાખવામાં આવી છે.મરનાર અજ્ઞાત વ્‍યક્‍તિ આશરે 40થી 4પ વર્ષનો છે. જેની ઉંચાઈ પ ફૂટ 7 ઈંચ, રંગે : ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધાનો, શરીરે કાળા રંગની ટીશર્ટ અને તેની ઉપર બ્‍લ્‍યુ સર્ટ અને બ્‍લુ કલરની પેન્‍ટ પહેરેલ છે. જેની અત્‍યાર સુધી ઓળખ થઈ નથી. જે માટે મૃતક વ્‍યક્‍તિના વાલી-વારસદાર /પરિવારજનોને ઓળખ માટે નાની દમણ પોલીસ સ્‍ટેશન ફોન નંબર (0260) 2254999, (0260)2250105 અને દમણ પોલીસ કંટ્રોલ રૂમ (0260) 2220102 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દીવ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે હેમલતાબેન સોલંકીની કરાયેલી નિમણૂક

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્‍યાણ મેળો ફળ્‍યો

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

Leave a Comment