October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

બસપાના સંઘપ્રદેશ પ્રભારી શૈલેષ ધોડીએ વૈશ્વિક પ્રવાસન નક્‍શામાં અગ્રેસર બનેલા દમણમાં પ્રવાસીઓ માટેની પાયાની સુવિધા ઉભી કરવા દમણ ન.પા.ના ચીફ ઓફિસરને કરેલીરજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષ ધોડીએ નાની દમણ બસ સ્‍ટેન્‍ડની પાસે ટોયલેટ, પીવાના પાણીની સુવિધા તથા રેસ્‍ટરૂમની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા દમણ નગર પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બહુજન સમાજ પાર્ટી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વૈશ્વિક પ્રવાસન નક્‍શા ઉપર દમણનું નામ અંકિત થઈ રહ્યું છે, જેના કારણે સાપ્તાહિક રજાઓમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દેશના વિવિધ રાજ્‍યોમાંથી પ્રવાસીઓના ઘોડાપુર ઉમટે છે. ત્‍યારે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણીની સુવિધા તથા રેસ્‍ટ રૂમ નહી હોવાથી પ્રવાસીઓને ભારે અગવડનો સામનો કરવા પડી રહ્યો છે. તેથી ટોયલેટ, પીવાનું પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા ઉભી કરવાની જરૂરીયાત ઉપર ભાર મૂકયો છે.

Related posts

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment