October 14, 2025
Vartman Pravah
Other

સંદર્ભઃ દીવ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્‍ચે………………… દીવના સર્વાંગી અને સમતોલ વિકાસને જાળવી રાખવા કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ જરૂરી

સ્‍માર્ટ સીટી બનેલા દીવને વૈશ્વિક પ્રવાસન નકશામાં પણ મળેલું સ્‍થાનઃ દીવના ઝળહળી રહેલા દીપકને કોઈ અસર નહીં થાય તેની તકેદારી લોકોએ લેવી પડશે

દીવ નગરપાલિકાની ચૂંટણી આડે હવે લગભગ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીદૃષ્‍ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સ્‍માર્ટ સીટી યોજનામાં દીવને સ્‍થાન મળ્‍યું છે. દીવ એક ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ખુબ જ નાનો જિલ્લો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશનો વહીવટ સીધો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત હોવાથી દીવ નગરપાલિકામાં શાસન વ્‍યવસ્‍થા કેન્‍દ્ર સરકાર અને સ્‍થાનિક પ્રશાસન માટે પણ અનુラકૂળ હોવી ઘણી જરૂરી બને છે. કારણ કે, લોકતંત્રમાં ડબ્‍બલ એન્‍જિન સાથેની સરકાર હોય તો દરેક વિકાસ કામોમાં તિવ્ર ગતિથી કામ કરવાની પણ સાનુラકૂળતા રહેતી હોય છે.
મોદી સરકારે દીવના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે કોઈ કસરબાકી રાખી નથી. નગરપાલિકાની ચૂંટણી દ્વારા કોઈ જનાધાર નક્કી નથી થતો. કારણ કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં પોતાના વોર્ડના ઉમેદવારોના ગમા-અણગમાને ધ્‍યાનમાં રાખીને મતદાન થતું હોય છે. તેથી આ ચૂંટણીઓમાં પક્ષીય રાજકારણ હાંસિયામાં રહે છે અને મુખ્‍યત્‍વે ઉમેદવારની લોકપ્રિયતા તથા તેમની સ્‍થાનિક ગતિવિધિ ઉપર વિજયનો આધાર રહેતો હોય છે. તેથી દીવના સર્વાંગી અને સમતોલ વિકાસની ગતિને જાળવી રાખવા માટે કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ રાખવો ખુબ જરૂરી બને છે.
સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી ઉમેદવારોની ભરમાર રહેવાની છે. કારણ કે ભૂતકાળમાં કેટલાક કાઉન્‍સિલરોએ નગરપાલિકાને પોતાની પ્રાઈવેટ પેઢી તરીકે ચલાવી હતી. હવે સમય બદલાયો છે. નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્‍સિલરો પણ ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદાના પરિઘમાં આવી ચુકેલા છે. એક તરફ દીવ નગરપાલિકા વિકાસ તરફ અગ્રેસર બનેલી છે અને દીવ સ્‍માર્ટ સીટી બનવાથી પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે ત્‍યારે ચૂંટણીની પળોજણમાં ઝળહળી રહેલા દીવના દીપકને કોઈ અસર નહીં થાય તેની કાળજી અને તકેદારી દીવના લોકોએ લેવી પડશે.

સોમવારનું સત્‍ય
દીવ નગરપાલિકાને સમરસ બનાવી ચૂંટણી ખર્ચ અને અરસ-પરસની દુશ્‍મનીમાંથી બચાવી સમગ્રદેશને એક સંદેશ નહીં આપી શકીએ? દીવના જાગૃત નાગરિકોએ વિચારવા જેવું છે.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

પારડી નીરવાળા રો-હાઉસમાં 8 ફૂટ ઊંચાઈથી શ્રમિક નીચે પટકાતા ઘાયલ

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment