ઉમરગામ તાલુકાના ભાજપા સંગઠનના પ્રમુખ તરીકેના મહત્વના હોદ્દાની જવાબદારી માટે ડો.નિરવ શાહની પસંદગી થતાં ભાજપના હોદ્દેદારો પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મંત્રી પ્રકાશભાઈ પટેલ અને કાર્યકર્તાઓ સહિત જૈન સમાજના અગ્રણીઓએ આનંદ અને ઉત્સાહ સાથે પાઠવેલી શુભકામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ગુજરાત પ્રદેશ ભાજપા ચૂંટણી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી સંગઠનના નવા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં ઉમરગામ તાલુકા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની વરણી કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિશાળ મિત્ર વર્ગમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ભાજપા ચૂંટણી સમિતિ દ્વારા ડો.નિરવ શાહના નામની ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે જાહેરાત થતા ભાજપાના વર્તમાન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, મંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી મહેશભાઈ આહીર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિલાસભાઈ ઠાકરીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈ અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત જૈન સમાજમાં અને જૈન સમાજના અગ્રણીઓમાં પણ ઉત્સાહનું વાતાવરણ છવાઈજવા પામ્યું હતુ. જૈન સમાજના અગ્રણીઓ સરીગામના મોભી શ્રી મોહન લાલજી સરદારમલજી ખાટેડના નિવાસ્થાને મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડો. નિરવ શાહને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં સરીગામ જૈન સંઘના ટ્રસ્ટી અને પ્રમુખશ્રી મનુ મામા, શાસન પ્રેમી ગ્રુપના પ્રમુખશ્રી દિનેશભાઈ રાઠોડજી, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી કનકભાઈ લોઢાજી, મોદી વિચાર મંચ વલસાડ જિલ્લા પ્રમુખશ્રી મનમોહન લોઢાજી, વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ, વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા ગૌરક્ષા અધ્યક્ષશ્રી અંકિતભાઈ શાહ તેમજ જૈન સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડો. નિરવ શાહને પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરવા સાથે સમાજ કલ્યાણ અને એકતા સાથે આગળ વધી સારા ભવિષ્યની શુભકામના પાઠવી હતી.