December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

શહેરના છીપવાડ અને મોગરાવાડીના બાયપાસમાં પાણી ભરાઈ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ચાલુ વર્ષે પ્રકૃતિનું કેલેન્‍ડર બદલાઈ ગયું છે. ચોમાસા બાદ વલસાડ જિલ્લામાં શિયાળા અને ઉનાળામાં કમોસમી વરસાદ લગભગ ચાલુ જ રહ્યો છે. મંગળવારે સવારે વલસાડ વિસ્‍તારમાં માવઠુ થતાં શહેરના રસ્‍તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. ઉનાળામાં પણ સીમલા જેવી શીતળતા પ્રસરાઈ હતી.
વલસાડ વિસ્‍તારમાં કમોસમી વરસાદે મંગળવારેસવારે જ લોકોને મુંઝવણમાં મુકી દીધા હતા. અચાનક વાતાવરણ બદલાયા બાદ ક્‍યાંક ધોધમાર તો ક્‍યાંક ઝરમર વરસાદ પડયો હતો. પરિણામે સામાન્‍ય જનજીવન પ્રભાવિત બન્‍યું હતું. વલસાડ શહેરની સદાયની કમનસીબી રહી છે કે જ્‍યારે જ્‍યારે વરસાદ પડે ત્‍યારે છીપવાડ અને મોગરાવાડીનો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. આજે પણ કમોસમી વરસાદથી અંડરપાસ નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવી લીધો છે. કેરીનો ત્રીજો પાક પણ વરસાદ પડવાથી બગડી જવા પામ્‍યો છે.

Related posts

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્‍ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્‍યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્‍પાદક

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment