June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

વલસાડ તા.૧૮: વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીકના વિસ્‍તારમાં વર્ષ પહેલા પરણેલી યુવતી ઉપર તેના પતિ ખોટી શંકા કરવા ઉપરાંત વ્‍યસની હોવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે મહિલાના પિયર પક્ષ મામલો થાળે પાડવા આવ્‍યા હતા, પરંતુ સુલેહ થઇ ન હતી. પીડિત મહિલાને ધક્કો મારી પિયર જતી રહે એવો ઠપકો આપી ઘરમાંથી કાઢી મુકી ધાવતું બાળક પણ પતિએ લઈ લીધું હતું. આ ઘટનાથી ચિંતાગ્રસ્‍ત માતાએ ૧૮૧ ને ફોન કરી મદદ માંગી હતી. બાળક માત્ર માતા ઉપર આધારિત છે, જે પતિએ છીનવી લીધું છે, તેમ માતાએ જણાવ્‍યું હતું. ૧૮૧ ની ટીમ મહિલાને સાથે લઈને તેના સાસરીએ પહોંચી હતી. જ્‍યાં ૧૮૧ અભયમે બન્ને પક્ષોનું કુશળતાથી કાઉન્‍સેલિંગ કરી ઘરેલું ઝઘડા બાબતે સમાધાન કરી બાળક માતાને સોંપવામાં આવ્‍યું હતું તથા મહિલાને ઘર સંસાર બાબતે નિર્ણય કરવા થોડો સમય આપવામાં આવ્‍યો, જેથી તે પોતાનું દાંપત્‍યજીવન બાબતે યોગ્‍ય નિર્ણય લઈ શકે. આમ માતા બાળકનું સુખદ મિલન કરવામાં આવ્‍યું હોવાનું ૧૮૧-અભયમના કાઉન્‍સેલર ગાયત્રી રાઠોડ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment