(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: રવિવારે છરવાડા સ્થિથ મંજુબેન દાયમા મેમોરિયલ સંસ્કાર વિદ્યાપીઠમાં ઉર્મિલ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ તથા ઉર્મિલ દેસાઈ હોસ્પિટલ અને એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સંયુક્ત ઉપક્રમે મેગા સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો.
સવારે 10 વાગે પ્રારંભ થયેલી શિબિરનો શુભારંભ ઉર્મિલ હોસ્પિટલના નિર્દેશક ડો.વિનિત શાહ, ડો.નિરવ શાહ, સંસ્કાર વિદ્યાપીઠના પ્રમુખ બી.કે. દાયમા તથા એ ટુ ઝેડ પોલિસી ડોટકોમના સીઈઓ રાહુલ શર્માએ દિપ પ્રાગટય કરી કર્યો હતો. સ્પેશ્યાલીસ્ટ તબીબોએ બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ, કોલેસ્ટોરલ, દાંત, આંખની બિમારીઓની તપાસ કરી હતી. નિઃશુલ્ક તપાસ સાથે જરૂરીયાતમંદ આંખના દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિર સંયોજક રાહુલ શર્મા, ઉર્મિલ હોસ્પિટલ મહાવિર ડેન્ટલ હોસ્પિટલનો સ્કૂલ પ્રશાસિકા સુનિતા વ્યાસએ આભાર પ્રગટ કર્યો હતો. આગળના સમયમાં પણ વિવિધ સેવાકીય કામગીરી ચાલુ રહેશે.