December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માતની 22 દિવસ બાદ ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી તાલુકાના સુખેશ ગામે રહેતો પ્રતિકભાઈ નાનુભાઈ કો પટેલ ગત 24 એપ્રિલના રોજ તેની બહેન દિવ્‍યાબેન હાર્દિકભાઈ પટેલને રોયલ ઈન્‍ફિલ્‍ડ બુલેટ નંબર જીજે-21-બીઈ-3237 પર બેસાડી પારડી બજાર આવવા માટે નીકળ્‍યા હતા. ત્‍યારે બાલદા એલએન્‍ડટી પાસે પારડી આવતા રોડ પર ઓલ્‍ટો કાર નંબર જીજે-21-બીસી-9236 સાથે અકસ્‍માત સર્જાયા બુલેટ પર બેસેલા ભાઈ-બહેન માર્ગ પર પટકાયા હતા. જેમાં બંને ઘાયલ બનતા સારવાર માટે વલસાડ અમિત હોસ્‍પિટલ લઈ ગયા હતા.આ અકસ્‍માતમાં દિવ્‍યાબેનને હાથના અને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્‍યારે પ્રતિકને હાથના કાંડાના ભાગે અને પગના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચી છે. આ અકસ્‍માત બાદ ઓલ્‍ટો કાર ચાલકે સારવારનો ખર્ચ આપવા જણાવ્‍યુ હતું જે બાદ ખર્ચ ના આપતા દિવ્‍યાબેન ઘટનાના 22 દિવસે પારડી પોલીસ મથકે આવી ઓલ્‍ટો કાર ચાલક વિરુધ્‍ધ ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

vartmanpravah

Leave a Comment