October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં આવેલ અક્ષર સ્‍કૂલ નજીક લકઝરી બસ પલ્‍ટી મારતા તેમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સીલીથી સેલવાસ તરફ કંપનીના કામદારોને લઈ જઈ રહેલ રાજલક્ષ્મી ટ્રાવેલ્‍સની મીની બસ નંબર ડીએન-09-એમ-9414 પરત આવી રહી હતી તે વેળાએ ડોકમરડી અક્ષર સ્‍કૂલ નજીક રસ્‍તાના સાઈડ પર કરેલ ખોદકામના કારણે બસનું બેલેન્‍સ ના રહેતા પલ્‍ટી મારી ગઈ હતી. જેમાં સવાર પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ આવી પહોંચી હતી અને ઘાયલને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

Related posts

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment