સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29
સમગ્ર દેશમાં અગામી તા.31મી મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સિમલા હિમાચલ પ્રદેશથી લાભાર્થીઓથી સાથે થનાર સીધા સંવાદના વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાનાર છે. જેના અનુસંધાનમાં સંઘપ્રદેશ પ્રશાસને પણ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે જિલ્લા સ્તરે એક સમાંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણઉપસ્થિત રહેશે એવું ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવ સિંઘ રાજાવતે જણાવ્યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા વસતીના પ્રમાણમાં સૌથી વધુ છે. જેમાં વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ પેન્શનના લાભાર્થીઓ, શહેરી અને ગ્રામણી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી સ્વનિધિ, ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જલજીવન મિશન યોજના સહિતની વિવિધ યોજનાઓ ખુબ જ અસરકારક રીતે કાર્યાન્વિત થઈ રહી છે. ત્યારે તા.31મી મેના મંગળવારે પ્રદેશના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર પણ પ્રશાસનને મળશે.