June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

પ્રદૂષણના મુદ્દે સરીગામની બે કંપની સામે એનજીટીમાં ચાલી રહેલી તપાસ અને વધુ એક કંપની સામે એનજીટીમાં ફરિયાદ કરવાની ચાલી રહેલી ગતિવિધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત એકમોએ પ્રદૂષણ, કામદારોની સુરક્ષા અને બાંધકામોમાં નિયમોનું ઉલ્લંઘનના મુદ્દે શરમની હદ વટાવી છે. જવાબદારી નિભાવતો વિભાગ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના અધિકારીઓ પગલા ભરવામાં સદંતર નિષ્‍ફળ છે. જીપીસીપીના અધિકારીઓને એનજીટીની ફટકાર છે.સરીગામની બે કંપની એનજીટીની રડાર પર છે. અને વધુ એક કંપની સામે સુરત એનજીઓના માધ્‍યમથી એનજીટીમાં ફરિયાદ થવાની ગતિવિધિ ચાલી રહી છે.
સરીગામના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો કંપનીઓમાં સુરક્ષા અને સલામતીના અભાવના કારણે ભયના ઓછા હેઠળ કામ કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં સરીગામ જીઆઈડીસીમાં પાંચ કંપનીમાં અકસ્‍માતની ઘટના બનવા પામી છે અને છ કામદારના મોત થવા પામ્‍યા છે અને બે કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થવા પામ્‍યા છે. આ ઘટનામાંથી માત્ર બે ઘટના પ્રકાશમાં આવી છે. તમામ ઘટનામાં કંપનીના માલિક અને સંચાલકની બેદરકારી છે પરંતુ કાર્યવાહીના નામે જવાબદાર વિભાગ સદંતર નિષ્‍ફળ છે. આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે નિયામક ઉદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગરનું લેખિત ધ્‍યાન દોરવું જરૂરી છે.
સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કેમિકલ એકમોએ સુરક્ષાને નડતર રૂપ કરેલા બાંધકામો ઉપર પણ ધ્‍યાન આપવાની જરૂર છે. તાજેતરમાં વેન પેટ્રોકેમ કંપનીમાં હોનારતની ઘટના બાદ એમની સામે કાર્યરત કંપની આરતી ઓર્ગેનિક કંપનીએ કરેલું રોડ ઉપરનું અતિક્રમણ અને એમને કરેલા બાંધકામ અને સંબધિત વિભાગ પાસે બાંધકામની મેળવેલી મંજૂરીની કેટલીક વિગતો એકત્રિત કરતાચોકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયેલા હોવાની શકયતા નકારતી નથી. થોડા દિવસ પહેલા સરીગામ નોટીફાઈડ વિભાગે એક અખબારમાં નોટિસ આપી નિયમ વિરુદ્ધના બાંધકામ કરનાર કંપનીઓને વધારાનું બાંધકામ દૂર કરવા જણાવ્‍યું હતું. આ નોટિસ માત્ર ફારસ છે. નોટિફાઈડ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીએ કચેરીની ટેરેસ ઉપરથી નજર દોડાવે તો પણ મોટાભાગના નિયમ વિરુદ્ધના અને સુરક્ષાને નડતરરૂપ બાંધકામો નજર સમક્ષ આવી જાય છે. પરંતુ કંપનીના માલિકો અને સંચાલકો સાથે રાખેલા સંબંધો આર્થિક રીતે અને સામાજિક રીતે નુકસાન કરતા હોવાથી પગલાં ભરી શકાતા નથી એવું તારણ બહાર આવી રહ્યું છે. ગુજરાત વિકાસ ઔદ્યોગિક નિગમ હાલમાં ગેરકાયદેસર બાંધકામોને રેગ્‍યુલર કરવા માટે ઈમ્‍પેક્‍ટ ફી નો નિયમ અમલમાં મુકેલો છે પરંતુ સરીગામ જીઆઈડીસીમાંથી એક પણ કંપનીએ બાંધકામને રેગ્‍યુલર કરાવવા અરજી કરી હશે એ કહેવું મુશ્‍કેલ છે. આવું જ ચાલશે તો સરીગામ જીઆઈડીસીમાં કામ કરતાં કામદારો અને જીઆઈડીસીની આજુબાજુની માનવ વસાહતો માટે જોખમ અંકબંધ રહેશે એવું લાગી રહ્યું છે. જેના માટે તાત્‍કાલિક મુખ્‍ય કચેરીએ ધ્‍યાન દોરવાની જરૂર છે.

Related posts

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

સંઘપ્રદેશમાં સેવા પખવાડા દરમિયાન યોજાનારા કાર્યક્રમની રૂપરેખા તૈયારઃ ટી.બી. અને કુપોષણમુક્‍ત પ્રત્‍યેક જિલ્લો બનાવવા સંકલ્‍પ

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

Leave a Comment