October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

દાનહ પોલીસે ચાલ માલિકો સાથેની બેઠકમાં આપેલા જરૂરી દિશા-નિર્દેશો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાનહ પોલીસની ટીમ દ્વારા ભાડેથી આપનાર મકાન માલિકો અને ચાલીમા રહેતા ભાડુઆતોની વેરીફીકેશન કરવા માટે મકાન માલિકો સાથે બેઠકનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા અત્‍યાર સુધી જે ઓફલાઈન નોંધણી કરાતી હતી એની જગ્‍યાએ હવે ઓનલાઇનનોંધણી કરાવવાની છે એના માટે પોલીસે મોબાઈલ એપ ડીડીડીપી સુરક્ષા એપ બનાવી છે.જેની સમજ માટે એક્‍સપર્ટ દ્વારા મકાન-માલિકોને જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા અને આ એપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને કઈ કઈ વિગતો ભરવાની હોય તે અંગે સમજણ આપી હતી.
આ એપમા જે માહિતીઓ ભરવામા આવશે તેના આધારે નજીકના પોલીસ ચોકીનો સ્‍ટાફ બતાવેલ એડ્રેસ પર જઈ તપાસ કરશે કે મકાન માલિક દ્વારા આપવામા આવેલ માહિતીવાળા વ્‍યક્‍તિઓ જ જેતે એડ્રેસ પર રહે છે કે પછી બીજા કોઈ રહે છે.
રૂમ માલિકોએ એક્‍સપર્ટને પ્રશ્ન પૂછયો હતો કે ચાલીઓમા એક રૂમમાં ત્રણથી ચાર ભાડુઆતો રહે છે પણ આ એપમા બધા ભાડૂતોની ડીટેલ લખવાનો ઓપ્‍શન જ નથી તેની સામે જવાબ આપતા જણાવ્‍યું કે આ એપને ફરી ટેક્‍નીકલી મોડીફાઇ કરી વધારે વ્‍યક્‍તિની ડીટેલ ભરી શકાય એવો ઓપ્‍શન ઉમેરવામા આવશે.
પોલીસના આ પ્રયાસથી ચાલ માલિકો પણ ખુશ થયા હતા અને જણાવ્‍યું હતું કે આ એપથી અમને ઘણી સુવિધા થઇ જશે. અમારે ભાડુઆતની વિગતોના કાગળો લઇ પોલીસ સ્‍ટેશન સુધી જવામાંથી મુક્‍તિ મળશે.

Related posts

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

Leave a Comment