March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી થયું દુઃખદ અવસાન

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા શ્રી ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડેનું આજે રાત્રિએ તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં સાપ કરડવાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર દમણ-દાદરા નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતના બૌધ્‍ધધમ્‍મ અને આંબેડકરવાદી પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી ભગવાન તાયડેના ધર્મપત્‍ની શ્રીમતી કરૂણાતાઈ તાયડે બૌધ્‍ધધમ્‍મના અનુયાયી હોવાની સાથે વાપી, સેલવાસ, વલસાડ તથા સુરત સુધી પોતાની સમાજ સેવા માટે જાણીતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી સમસ્‍ત બૌધ્‍ધધમ્‍મના પરિવારો અને ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણીફેલાઈ જવા પામી છે.
દમણમાં કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધન થયું હોવાની ખબર મળતાં જ તેમના વિશાળ સમર્થકોએ ઘેરા શોકની સાથે નાની દમણ મશાલચોક ખાતેના ભગવાન ગેરેજ ખાતે ઉપસ્‍થિત રહી દિવંગત આત્‍મા માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah

ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્‍સને જૂની અદાવતે ઢીબી નાખ્‍યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો

vartmanpravah

દમણ-દીવમાં પણ જમીનના ટોચમર્યાદા ધારાનો થનારો અમલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

vartmanpravah

Leave a Comment