Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

(…ગતાંકથી ચાલુ)
દિ. 2 ઓગસ્‍ટ 1954ના રોજ બીજા ત્રણ મહત્ત્વના બનાવો બન્‍યા. પ્રથમ રાજા વાકણકરે એક મુખ્‍ય બેઠક બોલાવી. તેમાં પોર્ટુગીઝ તરફ નિષ્‍ઠા ધરાવનારા શહેરના લોકોને તેમની કૃતિ માટે ગંભીર ચેતવણી આપવામાં આવી. તે પછી અટકમાં લેવાયેલા લોકોને દોરડાથી બાંધીને જાહેરમાં ફેરવવામાં આવ્‍યા. એ જ દિવસે બપોરે બે વાગે ધ્‍વજવંદનનો કાર્યક્રમ થયો. તેમાં પોર્ટુગીઝ વસાહતમાંથી નગર હવેલી મુક્‍ત થયાની જાહેર ઘોષણા કરવામાં આવી તથા પ્રશાસનમાં સેવા આપતા લોકોને નિષ્‍ઠાથી રહેશો તો તમારી સેવા આ રીતે જ આગળ પણ ચાલુ રાખવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્‍યું.
આ તરફ ફિદાલ્‍ગોની પ્રવૃત્તિ જોઈએ તો તેણે સિલવાસા મુખ્‍યાલય 1 ઓગસ્‍ટના દિવસે છોડયું હશે એમ લાગે છે. કારણ 1 તારીખે પિપરિયાના બનાવ વખતે તો તે સિલવાસામાં હતો. રખોલી પહોંચ્‍યા પછી તા.2 ઓગસ્‍ટના રોજ મુખ્‍યાલય પણ હાથમાંથી ગયું હોવાના સમાચાર તેને મળ્‍યા. આ સંકટમાંથી માર્ગ કાઢવાના હેતુથી રખોલીમાં રહીને તે દમણ સાથે સંપર્ક કરવાનો પ્રયત્‍ન કરતો હતો. તે માટે તેણે સ્‍થાનિક દાણચોરોની મદદ લેવાનો પ્રયત્‍ન કર્યો. પણ તેમાં તે સફળ ન થયોઅને ત્રીજી તારીખે દમણગંગા નદીને પેલે પાર જતો રહ્યો. આ એક બાબતમાં ફિદાલ્‍ગો ખરેખર ભાગ્‍યવાન સાબિત થયો. એણે દમણગંગા નદી ઓળંગી તે પછી બે કલાકમાં જ એમાં ઘોડાપૂર આવ્‍યું અને જોતજોતામાં તો એનાં પાણી એટલાં વધી ગયાંકે રોજના તરાપાથી તો એને ઓળંગવાનું શક્‍ય જ ન રહ્યું. કોંકણ પ્રદેશની નદીઓની આ વિશેષ અત્‍યારે ખરેખરી જોવા મળી. પાણીનો વેગ ભયંકર હતો. કોઈપણ જગ્‍યાએથી રસ્‍તો મળે તેમ ન હતો. દસ તારીખ સુધી, એટલે પૂરા 3 દિવસ બધાને ખાનવેલમાં રોકાવું પડયું. દસમી તારીખે સવારે પાણી થોડું ઓસરતાં 8-10 જણાની એક ટુકડી તરાપાની મદદથી એક લાંબું દોરડું લઈને પેલે પાર પહોંચી અને તેમની મદદથી 10 વાગતાં સુધીમાં બીજા 20-22 યુવાનો નદી ઓળંગી ગયા.
આ વચગાળાના સમય દરમિયાન ફિદાલ્‍ગોને કોઈ રસ્‍તો શોધવાની તક મળી. કદાચ દમણ તરફથી કોઈ મદદ મળી રહેશે અથવા આ સમયમાં ભારત સરકાર સાથે કોઈ મંત્રણા દ્વારા વચલો માર્ગ મળી રહેશે એવી આશા તે રાખતો હશે. અત્‍યારે ફિદાલ્‍ગો ખરેખર ચારેબાજુથી ઘેરાયો હતો. એક બાજુથી આઝાદ ગોમાંતક દળ અને સંઘના સ્‍વયંસેવકો આવતા હતા તો બીજી બાજુથી ગોવન્‍સ પીપલ પાર્ટીના કેટલાક લોકો પણ અંદર ઘૂસી આવ્‍યા હતા. ભારત સીમા પર રાજ્‍ય અનામત દળનો પહેરો હોવાછતાં આ લોકો અંદર ઘૂસી શક્‍યા હતા. તેમ જ દસ બાર ગામ જીતી લીધાનો દાવો પણ કરતા હતા. ફિદાલ્‍ગોને ગોવન્‍સ પીપલ પાર્ટીની ચઢાઈનો ખ્‍યાલ ન હતો. તેણે ખાનવેલ ચોકી પર સબ ઈન્‍સપેક્‍ટરને પહેરા માટે રાખ્‍યો, પાંચ સિપાઈ તેની મદદમાં આપ્‍યા અને પોતે બાકીના સૈનિકોને લઈને ઉધવા તરફ કૂચ ગયો. પોતાના પરાજયનો ખ્‍યાલ તો તેને આવી જ ગયો હતો પરંતુ અહીંથી નીકળી જવામાં એનો ઉદ્દેશ એટલો જ હતો તે સિલવાસા જીતનારા લોકોના હાથમાં ન આવતાં મુંબઈ રાજ્‍યના અનામત પોલીસ વિભાગના પ્રમુખ શ્રી નગરવાલાને શરણે જાય તો અનાવશ્‍યક રક્‍તપાત ટાળી શકાય.
આ બાજુ આઝાદ ગોમાંતક દળ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવકો પ્રત્‍યેક પગલું અતિશય સાવચેતીથી ભરી રહ્યા હતા. સવારે 11 વાગે તેઓ ખાનવેલ ચોકી નજીક પહોંચ્‍યા. તેમણે ચોકીને ઘેરી લીધી, પણ પ્રત્‍યક્ષ ચોકીમાં કોઈ જ ન હતું તે વાત તરત જ તેમના ધ્‍યાનમાં આવી ગઈ. એટલામાં નજીકના બાંધકામ વિભાગની ઈમારતમાંથી તેમના ધ્‍યાનમાં આવી ગઈ. એટલામાં નજીકના બાંધકામ વિભાગની ઈમારતમાંથી તેમના પર ગોળીબાર શરૂ થયો. સબ ઈન્‍સપેક્‍ટર પરેરાએ ચોકી છોડીને આ પથ્‍થરની ઈમારતમાં સંતાઈને હુમલો કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ ગોળીબાર લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો. છેલ્લા પંદર દિવસથી ચાલતી લડાઈમાં આપહેલો જ સામસામેનો મુકાબલો હતો. ઈમારતની રચના અને હુમલાનું સાતત્‍ય જોતાં સ્‍વાતત્ર્ય સૈનિકો માટે એ ઈમારતમાં પ્રવેશ મેળવવો સહેલો ન હતો. એવામાં એક નવી જ વાત બની. હાથમાં સ્‍ટેનગન લઈને એક પોર્ટુગીઝ સૈનિક પાછલી બાજુથી બહાર નીકળ્‍યો. તેની પર નજર પડતાં જ પ્રભાકર સિનારી તથા શાંતારામ વૈદ્યે ચિત્તાની ચપળતાથી કૂદીને તેને પકડી લીધો. એ સિપાઈ એટલે સબ ઈન્‍સપેક્‍ટર પરેરા પોતે જ હતો. સિનારીએ એને જબરદસ્‍ત દમદાટી આપી અને બધા સૈનિકોને શષાો હેઠાં મૂકી શરણે આવવાનો આદેશ આપવાની ફરજ પાડી. લગભગ દસેક મિનિટમાં જ બધા સૈનિકો શરણે આવી ગયા. પરેરા પાસેથી મળેલી માહિતી અનુસાર ફિદાલ્‍ગો તેના સાથીઓ સાથે ઉધવા બાજુ ગયો હતો. પરંતુ ખરેખર તો ત્‍યાં સુધી ફિદાલ્‍ગો નગર હવેલીની સીમા પાર કરીને ભારતીય હદમાં પ્રવેશી ગયો હતો. દિ.11 ઓગસ્‍ટ 1954ના દિવસે સવારે 11 વાગે તેણે શ્રી નગરવાલા સામે શરણાગતિ સ્‍વીકારી અને આ શરણાગતિ સાથે જ આ અનોખો સંગ્રામ યશસ્‍વી રીતે સંપન્ન થયો. પરંતુ પૂર્ણ વિજયની આડે એક નવી જ સમસ્‍યા ઉભી થઈ. ગોવન્‍સ પીપલ પાર્ટીના લોકોએ જે ગામો પર કબજો મેળવ્‍યો હતો તેના પર હક પ્રસ્‍થાપિત કરવાની વાત કરવા માંડી તેથી તેમની સાથે પણ એક ચકમક થઈ ગઈ. ગોવન્‍સ પીપલ પાર્ટીના જ્‍યોર્જ વાઝ, કેશવતળવલીકર વગેરે લોકોને પકડી લેવામાં આવ્‍યા. તેમાંથી વાદવિવાદના પ્રસંગ પણ ઉભા થયા. અંતે તેમની પૂર્ણ શરણાગતિ પછી બધાને છોડી લેવાયા, અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું.

(ક્રમશઃ)

Related posts

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment