Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહની માર્ચ, 2022માં યોજાયેલ પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં દારદા નગર હવેલીની 11 સરકારી શાળા અને 2 ખાનગી શાળાના 1487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1167 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્‍યારે 320 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સરકારી શાળાનું કુલ પરિણામ 77.22 ટકા અને ખાનગી શાળાનું 92.62ટકા પરિણામ આવ્‍યું હતું. પ્રદેશનું કુલ પરિણામ 78.48ટકા નોંધાયું છે. સરકારી શાળાઓમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા કોમર્સ અંગ્રેજી માધ્‍યમમાં 73 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્‍યારે 15 નાપાસ થયા હતા. આ શાળાનું પરિણામ 79.45 ટકા રહેવા પામ્‍યું હતું.હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા, કોમર્સ ગુજરાતી માધ્‍યમ જેમાંથી 22 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને એક પણ વિદ્યાર્થી નાપાસ થયા નથી જેથી શાળાનું કુલ પરિણામ 100 ટકા આવ્‍યું છે અને શાળા તથા શિક્ષકોનું ગૌરવ વધાર્યું છે. ગવર્મેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા આર્ટસમાં 14 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 13વિદ્યાર્થી પાસ થયા હતા અને1વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનુ પરિણામ 92.86 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી રાંધા આર્ટસ ગુજરાતી 57 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 50 વિદ્યાર્થી પાસ થયા હતા અને 07 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 87.57 ટકા આવેલ છે.
હાયર સેકન્‍ડરી ગલોન્‍ડા કોમર્સ ગુજરાતી મીડીયમ- 28 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 22 વિદ્યાર્થી પાસ થયા હતા અને 06 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 78.57 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી આર્ટસ ગુ.મી.ગલોન્‍ડા 166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 112 વિદ્યાર્થી પાસ થયા હતા અને 54 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 67.47 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી નરોલી કોમર્સ ગુ.મી.35 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 30 વિદ્યાર્થીઓ પાસ થયા અને 05 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરીણામ 85.71 ટકા આવેલ છે.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ નરોલીઆર્ટસ ગુ.મી.37 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 33 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્‍યારે 04 વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળાનું પરિણામ 89.19 ટકા રહેવા પામ્‍યું છે.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી અંગ્રેજી મીડિયમ કોમર્સ 93 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 70 વિદ્યાર્થી પાસ થયા હતા અને 23 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 75.27 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી રખોલી ગુ.મી.કોમર્સમા 64 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 55 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્‍યારે 09વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળાનું પરીણામ 85.94 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી રખોલી ગુ.મી. આર્ટસમાં 54 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 46 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 08 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને શાળાનું કુલ પરિણામ 85.19 ટકા આવ્‍યું હતુ.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દપાડા ગુ.મી.આર્ટસમાં 37 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 34 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 03 વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળાનું પરિણામ 91.89 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ ગુ.મી.આર્ટસમાં 58 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 49 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 09 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 84.48 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દૂધની ગુ.મી.આર્ટસમાં65 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 60 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 05 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 92.31 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અંગ્રેજી માધ્‍યમ કોમર્સમાં 296 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 235 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 61 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 79.39 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અં.માધ્‍યમ આર્ટસમા 62 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 40 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 22 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 64.52 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા ગુજરાતી માધ્‍યમ કોમર્સમાં 75 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 13 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ શાળાનું પરિણામ 82.67 ટકા આવેલ છે.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા ગુ.માધ્‍યમ આર્ટસમાં 45 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 36 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 09 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 80 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા હિન્‍દી માધ્‍યમ કોમર્સમાં 84 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 57 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું ંપરિણામ 32.14 ટકા આવેલ છે.
ખાનગી શાળાઓમાં ફાધર ઍગ્નેલોઈંગ્‍લીશ સ્‍કૂલ સેલવાસ કોમર્સમાં 48વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 43 વિદ્યાર્થીઓ પાસ થયેલ અને 05વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 89.58 ટકા આવેલ છે. પ્રભાત સ્‍કોલર્સ એકેડમી સેલવાસ કોમર્સમાં 74 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 70 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 04 વિદ્યાર્થી નાપાસ થયેલ શાળાનું પરિણામ 94.59 ટકા આવેલ છે.
આર્ટસ વિષયમાં ટોપર્સ વિદ્યાર્થીઓમાં લક્ષ્મી નાથારામ દરજી ઈંગ્‍લીશ મીડીયમ 84.57 ટકા એ2 ગ્રેડ, કાકડ સપનાબેન લખમાભાઈ ગુજરાતી મીડીયમ 78.14 ટકા બી1 ગ્રેડ, વળવી જસનાબેન પ્રદીપભાઈ ગુજરાતી મીડીયમ 72.29 ટકા બી1ગ્રેડ.
કોમર્સ વિષયમાં ટોપર્સ વિદ્યાર્થીઓમાં દાસ અર્ચના હરિદાસ ઈંગ્‍લીશ મીડીયમ 89.60 ટકા એ2ગ્રેડ, પ્રીતિ એમ.યાદવ 89.43 ટકા એ2 ગ્રેડ. શ્રીગાપુરે વૈખારી નિલેશ ઈંગ્‍લીશ મીડીયમ 89.43 ટકા એ2 ગ્રેડ.
સૌથી વધુ પરિણામ પ્રભાત સ્‍કોલર એકેડમી સ્‍કૂલ સેલવાસનું 94.59 ટકા આવેલ છે અને સૌથી ઓછું પરિણામ ગવર્મેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા હિન્‍દી મીડીયમનું 32.14 ટકા આવેલ છે. પાછલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે આર્ટ્‍સ અને કોમર્સના પરિણામમાં ઘણો સુધારો જોવા મળ્‍યો છે.

Related posts

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment