September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

જિલ્લામાં 1899 આંગણવાડી, 963 સરકારી પ્રાથમિક શાળા અને 50 આશ્રમશાળામાં 19687 બાળકો પ્રવેશ મેળવશે 

વલસાડ તા.22 જૂન

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજયભરની સરકારી આંગણવાડીઓ તથા પ્રાથમિક શાળા અને આશ્રમશાળાઓમાં થનાર છે ત્યારે વલસાડ જિલ્લામાં આગામી તારીખ ૨૩,૨૪ અને ૨૫ જુન-૨૦૨૨ (ગુરૂવાર થી શનિવાર)સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વલસાડ જિલ્લાની ૧૮૯૯ આંગણવાડીઓ અને ૫૦ જેટલી આશ્રમશાળાઓ તથા ૯૬૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાનાર છે. જેમાં કુલ ૧૯૬૮૭ કરતાં વધારે બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.

દર વર્ષે રાજ્ય સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં ૧૦૦% નામાંકન થાય અને શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તેમજ સરકારશ્રીની શિક્ષણલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એવા ઉમદા આશયથી ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે કુલ ૯૫ રૂટની ૭૭૭ શાળાઓમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, અને કલ્પસર, મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચોધરી તથા સંસદ સભ્યશ્રી, ડૉ. કે. સી. પટેલ તથા ધારાસભ્ય સર્વશ્રી રમણલાલ પાટકર, ભરતભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલ સાથે રાજય કક્ષાના ૧૭ અધિકારીશ્રીઓ, ૪૨ જિલ્લાના  પદાધિકારીશ્રીઓ /સદસ્યશ્રીઓ/ તાલુકા પંચાયત/ નગરપાલિકા પ્રમુખશ્રી, ૩૧ વલસાડ જિલ્લાના અધિકારીશ્રીઓ તથા ૧૮૬ પ્રાથમિક શાળાઓમાં એસ.એમ.સી અધ્યક્ષશ્રી /સભ્યશ્રીઓ આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી વલસાડ જિલ્લાની શાળામાં પ્રવેશ મેળવતા બાળકો ભાવિ શૈક્ષણિક જિંદગીમાં ઉચ્ચ સફળતા મેળવવાની શરૂઆત કરે તે ક્ષણની ઉજવણી કરવામાં સહભાગી થશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

Leave a Comment