April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાનહના પ્રશાસકના માર્ગદર્શનમાં તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ, દાનહ અને દમણ દીવની લીડરશિપમાં, દાનહ એસ.પી અને દાનહ એસડીપીઓની દેખરેખમાં દાનહના પોલીસ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટરમાં સાક્ષર કરવા માટે ટેક્‍નિકલ ઓરીએન્‍ટેશન ફોર પોલીસ પર્સનલ ટોપર પ્રોગ્રામ દાનહ હેડ ક્‍વાર્ટર ખાતેની લેબમાં 2021થી શરૂ કરવામાં આવ્‍યો હતો. દાનહ પોલીસના બધા જ કર્મચારીઓને કોમ્‍પ્‍યુટરનું બેઝિક જ્ઞાન રહે એ હેતુ સાથે આ પહેલ શરૂ કરવામાં આવી હતી.
આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પોલીસ સ્‍ટાફને ટ્રેનિંગ સરકારી પોલીટેક્‍નિક કરાડના વ્‍યાખ્‍યાતા તથા તેમને સહાયતા દાનહ આઈ.ટી. સેલના સ્‍ટાફ દ્વારા પુરી પાડવામાં આવી હતી. આ બેઝિક કોર્સ 6 મહિના દરમિયાન પૂર્ણ કરવામાં આવ્‍યો હતો.
ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ થયા પછી દાનહ પોલીસના સ્‍ટાફે નોંધાયેલ કેન્‍દ્ર પર ઓનલાઈન પરીક્ષા આપી હતી જેમાં સંપૂર્ણ પોલીસ સ્‍ટાફ ઉત્તીર્ણ થાય હતા. આ સાથે જ દાનહના બધા જ પોલીસ સ્‍ટાફ કોમ્‍પ્‍યુટર વિષયે સંપૂર્ણ સાક્ષર થતા સો ટકા સાક્ષરતાની સિદ્ધિ હાંસલ કરી હતી.
દાનહના એસ.પી રાજેદ્ર પ્રસાદ મીના દ્વારા બધા સ્‍ટાફને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment