January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ડાયટ એન્‍ડ બાયોમાર્કર્સ સ્‍ટડી ઇન્‍ડિયા(ડીએબીએસ-આઇ)નો શુભારંભ

આ સંશોધન એકંદર પોષણની સ્‍થિતિ, એનિમિયા, ઝેરની હાજરી અને બિન-ચેપી રોગો જેવા કે હાયપરટેન્‍શન, ડાયાબિટીસ અને હૃદયના રોગોના વ્‍યાપક અહેવાલો પ્રદાન કરશે અને ભવિષ્‍યમાં સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો સામનો કરવા માટે નીતિઓ ઘડવામાં આ માહિતી મહત્‍વપૂર્ણ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસને આઈસીએમઆર-એનઆઈએન, હૈદરાબાદના સહયોગથી ‘‘ડીએબીએસ-આઇ” નામની ઉચ્‍ચ પ્રાથમિકતા સંશોધન અભ્‍યાસનો પ્રારંભ કર્યો છે. આ અભ્‍યાસમાં સંઘપ્રદેશોના 51 પ્રાથમિક નમૂના એકમો (પી.એસ.યુ.એસ.) સામેલ છે. જેમાં દાદરા નગર હવેલીમાં 29, દમણમાં 16 અને દીવમાં 6નો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાનહ જિલ્લાના સેલવાસ ખાતેના કલેક્‍ટરાલયના સભાખંડમાં સંઘપ્રદેશ સ્‍તરીય ઈવેન્‍ટનું લોન્‍ચ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીએ મહત્ત્વના આ રાષ્‍ટ્રીય અભ્‍યાસ સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દાનહ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી અને પ્રશાસનિક વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભિક સત્ર દરમિયાન સંઘપ્રદેશ અભ્‍યાસના રાજ્‍ય નોડલ અધિકારી ડૉ. મેઘલ શાહે જણાવ્‍યું હતું કે, ક્ષેત્રિય કાર્યની 8 જુલાઈ, 2024થી શરૂઆત થશે. આઈ.સી.એમ.આર. ટીમ અભ્‍યાસ માટે પસંદગી પામેલા આર્થિક રીતે નબળા પરિવારોની મુલાકાત કરશે. આ અભ્‍યાસ વિવિધ ઉંમર, શારીરિક અને શારીરિક ગતિવિધિ સમૂહોમાં વ્‍યક્‍તિગત ખાદ્ય અને પૌષક તત્ત્વોના સેવનનું આકલન કરવાના ઉદ્દેશ્‍યથી કરવામાં આવી રહ્યો છે. જેમાં માત્રાત્‍મક 24 કલાક આહાર પુનરાવલોકન, પ્રમાણભૂત માપન ખાદ્ય પદાર્થોના નમૂના અને બાયોમાર્કરો માટે લોહીના નમૂનાનો ઉપયોગ કરવામાં આવશે, જે શહેરી અને ગ્રામીણ વસતી વચ્‍ચે કરવામાં આવશે.
ICMR-NIN, હૈદરાબાદના અભ્‍યાસનાપ્રાદેશિક સંયોજક ડૉ. જે.જે. બાબુ ગેડમે અભ્‍યાસ અને તેના સંભવિત પરિણામો વિશે વિગતવાર રજૂઆત કરી હતી. આ સંશોધન એકંદર પોષણની સ્‍થિતિ, એનિમિયા, ઝેરની હાજરી અને બિન-ચેપી રોગો જેવા કે હાયપરટેન્‍શન, ડાયાબિટીસ અને હૃદયના રોગોના વ્‍યાપક અહેવાલો પ્રદાન કરશે. ભવિષ્‍યમાં આ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો સામનો કરવા માટે નીતિઓ ઘડવામાં આ માહિતી મહત્‍વપૂર્ણ રહેશે.
સંઘપ્રદેશના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ અભ્‍યાસ માટે ICMR સંશોધન ટીમને સંપૂર્ણ સમર્થન આપે અને લોહી અને ખાદ્યપદાર્થોના નમૂના આપવામાં અચકાવું નહીં. તમારો સહકાર આ મહત્‍વપૂર્ણ સંશોધનની સફળતાને સુનિશ્ચિત કરશે.
BABS-I એ મુખ્‍ય આરોગ્‍ય બાયોમાર્કર્સ પર વિવિધ આહારની અસરોની તપાસ કરવા માટે રચાયેલ એક વ્‍યાપક અભ્‍યાસ છે. આ સંશોધન મુખ્‍ય આરોગ્‍ય અને પોષણ પરિમાણો પર મૂલ્‍યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે, જેનાથી વસતીના આરોગ્‍ય અને સુખાકારીમાં નોંધપાત્ર યોગદાન મળશે.

Related posts

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

વડોદરા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આરસેટી) દ્વારા કૌંચા- ખાનવેલમાં વન ધન વિકાસ સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોને આપવામાં આવેલી રાખડી બનાવવા માટેની એક દિવસીય તાલીમ

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment