Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

  • ગોવા બેંકના તત્‍કાલિન મેનેજર અને ગોલ્‍ડને પ્રમાણિત કરી આપનાર લલિત સોનીએ મિલીભગત કરી ગોલ્‍ડ લોનના 130 બનાવટીખાતા ખોલી આચરેલા ગોરખધંધા

  • દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ કોર્ટના વિદ્વાન ન્‍યાયાધિશ પવન એચ. બનસોડએ આપેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણની કોર્ટમાં લગભગ 14 વર્ષથી ચાલી રહેલા એક વિશ્વાસઘાતના કેસમાં આજે વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી પવન એચ. બનસોડે સુનાવણી કરતા ગોવા બેંકના તત્‍કાલિન મેનેજર બાબરભાઈ ટંડેલ અને સોનાને પ્રમાણિત કરનાર લલિત સોનીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને રૂા.19 હજારના દંડની સજાનો આદેશ આપ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2005-06ના વર્ષમાં તત્‍કાલિન ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના મેનેજર બાબરભાઈ ટંડેલે પોતાના રિટાયરમેન્‍ટના છેલ્લા દિવસોમાં લલિત સોનીની સાથે મળી દમણ-ગોવા બેંકમાં 130 નકલી ગોલ્‍ડ લોનના ખાતા ખોલી રૂા.1 કરોડ 25 લાખ 51 હજાર 700નો ગોટાળો કર્યો હતો. બેંકના મેનેજર પદેથી બાબર ટંડેલ નિવૃત્ત થયા બાદ આ પ્રકરણ સામે આવ્‍યું હતું.
ગોલ્‍ડ લોન અપાયેલા ખાતાઓમાં ઘણાં મહિનાથી કોઈ ટ્રાન્‍ઝેક્‍શન નહીં થતાં ગોવા બેંકના તત્‍કાલિન નવા મેનેજર શ્રી વસંત પટેલે એક નોટિસ જારી કરી ખાતાધારકોને બેંકમાં બોલાવાયા હતા. પરંતુ દરેક ખાતા નકલી હોવાના કારણે એક પણ ખાતાધારક બેંકમાં નહીં આવ્‍યો. ત્‍યારે વસંત પટેલે નાની દમણ પોલીસસ્‍ટેશનમાં તત્‍કાલિન બેંક મેનેજર અને તેના સહયોગી લલિત સોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બાબર ટંડેલે લલિત સોની સાથે મળી 130 બનાવટી ખાતા ખોલી બેંકને રૂા.1 કરોડ 25 લાખ 51 હજાર 700નો ચૂનો લગાવ્‍યો હોવાની જાણકારી આપી હતી. ત્‍યારબાદ દમણ પોલીસે આઈપીસીની 420, 409, 465, 467, 468 અને 120બી અંતર્ગત ગુનો નોંધી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસનીશ અધિકારી તત્‍કાલિન પી.એસ.આઈ. દિનેશ વાજાએ લગભગ બે વર્ષ બાદ દમણ કોર્ટમાં આરોપ પત્ર રજૂ કર્યો હતો. લગભગ 14 વર્ષ ચાલેલા આ કેસમાં આજે સુનાવણી કરતા વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી પવન એચ. બનસોડે પુરાવા અને સાક્ષીઓને ધ્‍યાનમાં રાખી તત્‍કાલિન ગોવા બેંકના મેનેજર બાબર ટંડેલ અને નકલી ખાતા ખોલવા માટે નકલી ગોલ્‍ડ સર્ટીફિકેટ જારી કરનાર લલિત સોનીને દોષિત ઠેરવી 3 વર્ષની કેદ અને રૂા.19000ના દંડની સજા સંભળાવી છે. આ કેસમાં સરકારી સહાયક પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી રામ દેશપાંડેએ ધારદાર દલીલો કરી દોષિઓને જેલના સળિયા પાછળ ધકેલવા સફળ રહ્યા છે.

Related posts

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

Leave a Comment