January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

દમણમાં દિવસ દરમિયાન 3 ઈંચ કરતા ખાબકેલો વધુ વરસાદઃ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની બનેલી સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી અને દમણમાં એક અઠવાડિયાથી વરસાદ નિરંતર પડી રહ્યો છે.
આજે દમણમાં સવારના 8 વાગ્‍યાથી સાંજના 5 વાગ્‍યા સુધી 3.09 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી જોવામળ્‍યું હતું. સમગ્ર દમણ જિલ્લો જળમગ્ન બનતાં લોકોને ગરમીમાં રાહત પણ થઈ હતી અને કેટલાક વિસ્‍તારોમાં પાણી ભરાવાની સમસ્‍યા પણ ઉભી થઈ હતી.
દાનહમાં બપોર બાદ વધુ વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સેલવાસમાં ગાર્ડન રોડ, રીંગ રોડ તેમજ દાદરા ગામે પણ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. સેલવાસમાં 79.6 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 400.8એમએમ 16ઇંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને દાનહ-દમણ માટેની જીવાદોરી સમાજ મધુબન ડેમનું લેવલ 69.80 મીટર છે. ડેમમાં પાણીની આવક 2202ક્‍યુસેક અને પાણીની જાવક 303 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment