(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદમાં સેલવાસના ડોકમરડી પુલથી કિલવણી તરફ જતા રસ્તા ઉપર ભારેખમ ખાડાઓએ રૌદ્ર રૂપ દર્શાવી દીધું છે. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. સાથે પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોના રસ્તાઓ પણ ચોમાસા પહેલા રીપેરીંગ નહીં થતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી પ્રશાસન દ્વારા આ ખખડધજ બનેલા રસ્તાઓને તાત્કાલીક ધોરણે રીપેર કરવામાં આવે એ જરૂરી બની ગયું છે.
Previous post