January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13
દાદરા નગર હવેલીમાં નવા 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6313 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે અને ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 204 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી આજે 02 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનના 55 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. કુલ 02 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. પ્રદેશમાં 02કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. પ્રદેશમાં 01 દર્દી રિક્‍વર થતા રજા આપવામાં આવી છે
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 59 જેટલા લોકોને રસી આપવામાં આવી હતી. પ્રદેશમાં પ્રથમ ડોઝ 458769 અને બીજો ડોઝ 347975 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 24266 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 831010 લોકોને રસી આપવામાં આવીછે.

Related posts

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી સેસન્‍સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્‍યો

vartmanpravah

Leave a Comment