January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.13
દાનહ અને દમણ-દીવના કૃષિ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, પ્રદેશના દાનહ અને દમણ-દીવ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને બેંકમાં બેંક આધાર સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2022 અને eKYC કરવાની છેલ્લી તારીખ 31-07-2022 સુધીમાં સી.એસ.સી. કેન્‍દ્ર, પીએમ કિસાન પોર્ટલ અને પીએમ કિસાન એપ ઉપરથી તમે જાતે પણ કરી અને કરાવી શકો છો. જો તમે બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC નહીં કરેલ હશે તો તમારો હપ્તો તમારી બેંકમાં આવશે નહીં, માટે બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા માટે ભારત સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્‍યો છે.
આથી દાનહ અને દમણ-દીવ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સમ્‍માન નિધિ લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને તા.15 જુલાઈ, 2022 સુધીમાં આધાર સાથે લીંક કરાવી લેવું અનેતા.31-07-2022 સુધીમાં eKYC કરાવી લેવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment