December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૬-૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૨૬૬.૬૭ મી.મી. એટલે કે ૧૦.૫૦ ઇચ વરસાદ વરસ્યો છે. તાલુકાવાર વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૨૧૪ મી.મી. (૮.૪૩ ઇંચ) , કપરાડા તાલુકામાં ૩૭૭ મી.મી. (૧૪.૮૪ ઇંચ), ધરમપુર તાલુકામાં ૩૪૦ મી.મી. (૧૩.૩૯ ઇંચ), પારડી તાલુકામાં ૨૮૬ મી.મી. (૧૧.૨૬ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૨૩ મી.મી. (૪.૮૪ ઇંચ) અને વાપી તાલુકામાં ૨૬૦ મી.મી. (૧૦.૨૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૧૫૯૮.૬૭ મી.મી. એટ લે કે ૬૨.૯૪ ઇંચ વરસી ચૂક્યો છે. તાલુકાવાર મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૨૯૪ મી.મી. (૫૦.૯૪ઇંચ), કપરાડા તાલુકામાં ૨૧૫૦ મી.મી. (૮૪.૬૫ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૮૭૯ મી.મી. (૭૩.૯૮ ઇંચ), પારડી તાલુકામાં ૧૪૪૨ મી.મી. (૫૬.૭૭ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૩૫૫ મી.મી. (૫૩.૩૫ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૪૭૨મી.મી. (૫૭.૯૫ ઇંચ) વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે દિવસ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેતાં આજે તા.૧૪/૭/૨૦૨૨ના રોજ સવારે ૬-૦૦ થી બપોરના ૧૨-૦૦ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૨૦ મી.મી. (૦.૭૯ ઇંચ), કપરાડા તાલુકામાં ૭૬ મી.મી. (૨.૯૯ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૬૯ મી.મી. (૬.૬૫ ઇંચ), પારડી તાલુકામાં ૭૮ મી.મી. (૩.૦૭ ઇંચ), વલસાડ તાલુકામાં ૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) અને વાપી તાલુકામાં ૭૦ મી.મી. (૨.૭૬ ઇંચ) વરસાદ નોંધાયો છે.

Related posts

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment