September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

જિલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજ, આઈટીઆઈ, આંગણવાડી તથા દરેક પ્રકારના કોચિંગ ઈન્‍સ્‍ટીટયૂટોને પણ બંધ રાખવા કરાયેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૧૪
ભારતીય હવામાન વિભાગ દાદરા નગર હવેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીના પગલે આજે અને આવતી કાલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રા માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલાંના ભાગરૂપે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજ, પોલીટેકનિક, આંગણવાડી, આઈટીઆઈ સહિત તમામ પ્રકારની કોચિંગ ઈન્સ્ટીટ્યૂટોને પણ તા.૧૪ અને ૧૫ જુલાઈના રોજ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદ, પાણીનો ભરાવો, માહિતી અપડેટ કે ફરિયાદ માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭, ૦૨૬૦-૨૪૧૨૫૦૦, ૮૭૮૦૦ ૦૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

Related posts

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

Leave a Comment