Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કોસ્‍ટગાર્ડની બચાવ કામગીરી પરની ટૂંકી ફિલ્‍મ દર્શાવવામાં આવી હતી. આ પછી ભારતીય હવામાન વિભાગના અધિકારી શ્રી ધર્મેન્‍દ્રભાઈ પટેલે હવામાનના માપદંડો, ધૂમાડો, વરસાદ, પવનની ગતિ વિશે માહિતી આપી હતી. દમણ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગના શ્રી જીજ્ઞેશભાઈ પટેલે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દરમિયાન ઉપયોગમાં લેવાતા ફોન નંબરો વિશે માહિતી આપી હતી.


આ સાથે સાચેત અને દામિની સુરક્ષા મોબાઈલ એપ વિશે જણાવ્‍યું હતું. આપત્તિ વ્‍યવસ્‍થાપન માછીમારો અને લોકોને કેવી રીતે મદદ કરી શકે છે તે સમજાવવામાં આવ્‍યું હતું. આ સાથે મત્‍સ્‍યોદ્યોગ વિભાગે તેની કામગીરી વિશે માહિતી આપી હતી. દમણ કોસ્‍ટગાર્ડે ડેમો દ્વારા જણાવ્‍યું હતું કે દરિયામાં આપત્તિ સમયે કેવી રીતે મદદ કરવી. તેમણે માછીમારોની સુરક્ષાને લઈને અનેક ઉપાયો જણાવ્‍યા હતા. માછીમારી કરવા જતી વખતે બોટમાં લાઈફ બોટ અને અન્‍ય સુરક્ષા સાધનો હોવા જોઈએ તેવી માહિતી આપવામાં આવી હતી.
કોસ્‍ટગાર્ડનાકમાન્‍ડિંગ ઓફિસર એસએસએન બાજપાઈએ મીડિયાને જણાવ્‍યું કે ચોમાસાની શરૂઆત પહેલા માછીમારો માટે એક જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માછીમારોને લગતા અન્‍ય વિભાગોએ પણ આમાં ભાગ લીધો છે. આઈએમજી, સમાજ કલ્‍યાણ, જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે સુરક્ષા સામગ્રી વિશે માહિતી આપવામાં આવી હતી. ડેમો પણ બતાવવામાં આવ્‍યો હતો. માછીમારો દરિયામાં તેમના જીવન વિશે જાગૃત થશે.
કોસ્‍ટગાર્ડ એરસ્‍ટેશન ખાતે આયોજિત વર્કશોપમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, કોસ્‍ટગાર્ડ કમાન્‍ડિંગ ઓફિસર એસએસએન બાજપાઈ, દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, અન્‍ય મહિલા ગ્રુપના પ્રમુખ શ્રીમતી પુનીતા શાહ અને અન્‍ય સભ્‍યો હાજર રહ્યા હતા.

Related posts

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

Leave a Comment