January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) કાર્યરત છે. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા અને લોકોનાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવાનાં લક્ષ્ય સાથે તેમજ જિલ્લાનાં તમામ નાગરિકો, માતા અને બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી તમામ સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ વલસાડ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા બાબતે એનાલીસીસ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડનાં સહકાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને સતત પ્રયત્નો થકી વિકેંદ્રીત જિલ્લા આયોજન માંથી ૩ એમ્બ્યુલન્સ (મગોદ, નાનીતંબાડી, નાનીઢોલડુંગરી), ટ્રાઈબલ એરીયા સબ-પ્લાન (ન્યુ ગુજરાત પેટર્ન) માંથી ૩ એમ્બ્યુલન્સ (ઉમરસાડી, ખત્તલવાડા, અંકલાસ), નિર્દિષ્ટ વિસ્તાર સર્વગ્રાહી વિકાસ (નોટીફાઈડ એરીયા) માંથી ૪ એમ્બ્યુલન્સ (છીરી, કરવડ, ફણસા, સોળસુંબા), જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આયોજનની ગ્રાંટમાંથી ૩ એમ્બ્યુલન્સ (ધરાસણા, વટાર, હનમતમાળ), માન. ધારાસભ્યશ્રી કપરાડાનાં ભંડોળમાંથી ૨ એમ્બ્યુલન્સ (નાનાપોંઢા, કપરાડા), ગ્રામ પંચાયત દહેરીનાં ભંડોળમાંથી ૧ એમ્બ્યુલન્સ (દહેરી) અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લી. તરફથી કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ૨ એમ્બ્યુલન્સ (પરીયા, વાંકલ) મળી કુલ ૧૮ એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ પૈકી ૭ એમ્બ્યુલન્સની ડીલીવરી પણ થઈ ગઈ છે અને બાકી રહેલી ૧૧ માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ૧૧ એમ્બ્યુલન્સની પણ આગામી મહિનાના અંત સુધીમાં ડીલીવરી થઈ જશે.

આ ઉપરાંત, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પણ આ વર્ષના અંત સુધીમાં જિલ્લા પંચાયત કક્ષાનાં નાણાપંચ/ તાલુકા પંચાયત કક્ષાનાં નાંણાપંચમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કરવાથી વલસાડ જિલ્લાનાં બધાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

Related posts

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment