January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજ્‍ય કક્ષા વલસાડ જિલ્લા દ્વારા રવિવારે પારડી ખાતે એકલિંગી મહાદેવ હોલમાં તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિના સન્‍માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતં. જિલ્લાના પ્રમુખ બી.એન. જોષીએ સમાજ દ્વારા થયેલીકામગીરીનો ચિતાર આપી બ્રહ્મ સમાજના યુવાનો પણ સામાજિક કામગીરી માટે આગળ આવે તેવી હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ લોટસ હોસ્‍પિટલના ડો.કલ્‍પેશ જોષી, વલસાડના મહેશ આચાર્ય, દમણના અપૂર્વ પાઠક, વાપીના પપ્‍પુભાઈ તિવાર, નિબજીભાઈ રાજપુરોહિત, નરપત જીવાજી રાજપુરોહિત, રાજેશ ઉપાધ્‍યાય દમણ, મંગળભાઈ રાજપુરોહિત, ઉમરગામ સમાજના પ્રમુખ ચંદુભાઈ શાષાી, તરુણ દિક્ષિત, જિલ્લા મહામંત્રી મહેશ પ્રતાપભાઈ જોષી, કલ્‍પેશભાઈ જાની, ભાવેશભાઈ જોષી, ફાલ્‍ગુની રાજનભાઈ ભટ્ટ, પી.એસ. દવે, સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પારડી સંસ્‍કળત મહાવિદ્યાલયના ઋષિકુમારો સહિત 300 જેટલા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વલસાડના પ્રિતીબેન પાંડે, જયોતિબેન બધેકા સહિતની મહિલાઓ મોટી સંખ્‍યામાં કાર્યક્રમમાં હાજર રહી હતી.

Related posts

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

Leave a Comment