Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.11: ચીખલી તાલુકાના સિયાદા ગામે નલ સે જલ યોજના પોકાળ સાબિત થતાં આદિવાસીઓએ નહેરના પાણી પીવા મજબૂર બન્‍યાં છે.
વાસ્‍મોની નલ સે જલ યોજનામાં એક તરફ સો ટકા કામગીરી બતાવી દેવાય છે તો બીજી તરફ સીયાદા ગામના દુકાન ફળિયામાં આજે પણ યોજના અધૂરી છે નળમાં એક પણ ટીપું પાણી આવ્‍યું જ નથી અને સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ હાલે સ્‍થાનિક શ્રમજીવીઓએ પાણી માટે કુવા પર મદાર રાખવાની નોબત આવી છે.


ચીખલી તાલુકામાં નલ સે જલ યોજનામાં નકરી વેઠ ઉતારવામાં આવી છે અને સરકારના લાખો રૂપિયા એળે ગયા છે. પરંતુ આ નવો ભ્રષ્ટાચાર સામે ઉચ્‍ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યા છે અને લોકો પીવાના પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે અને હાલાકી વેઠવાની નોબત આવી છે.
તાલુકાના સિયાદા ગામનાદુકાન ફળિયામાં નલ સે જલ યોજના અંતર્ગત બોર કરવામાં આવ્‍યો છે પરંતુ તેમાંથી પાણી ખેંચવા માટે મોટર જ નંખાઈ નથી વીજળીનું કનેક્‍શન પણ મળી ગયું છે પરંતુ મોટર જ નાખવામાં ન આવતા તેનો કોઈ પણ મતલબ નથી. આ ઉપરાંત ત્રણેક જેટલા જ ઘર જોડાણ અપાયા છે. બાકીનાની જૂની યોજનાની પાઈપ લાઈનમાંથી ગોઠવણ કરવાનું આયોજન કરાયું હતું પરંતુ ઘર જોડાણના જે કોન્‍ક્રીટના ઢીમા બનાવાયા હતા તે પાણી પહોંચે તે પહેલા જ ધ્‍વસ્‍થ થઈ ગયા છે. આ સમગ્ર બાબતથી જ સમજી શકાય તેમ છે કે વાસ્‍મોના સ્‍ટાફનો કેવો લાલિયા વાળી ભર્યો વહીવટ હશે.
સિયાદા દુકાન ફળિયાના રહીશોને ઘરે નળથી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનું એંધાણ કરાયા બાદ પણ નળમાં આજ દિન સુધી એક પણ ટીપું પાણી પહોંચ્‍યું જ નથી ફળિયામાં એક કૂવો છે તેમાંથી લોકો પાણી લાવી રહ્યા છે અને નહેરમાં પાણી ખેંચાય તો કૂવામાં પણ પાણી તળિયું નીચે જતું રહેતું હોય છે જેને લઈને લોકોની હાલાકી નો પાર રહ્યો નથી ત્‍યારે નલ સે જલ યોજના દ્વારા સિયાદાના દુકાન ફળિયામાં રહીશોને કયારે પાણી મળશે તે જુઓ રહ્યું.

સિયાદાના સુરેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ફળિયામાં બે બોર કરવામાં આવ્‍યા છે અને એક મીટર પણ આવીગયેલ છે. પરંતુ મોટર નાખવામાં આવેલ નથી ઘર પાસે નળના જે ઢીમા બનાવ્‍યા હતા તે પણ તૂટી ગયા છે અને હાલે અમે નહેરના પાણી જરીને કૂવામાં આવે ત્‍યારે કુવામાંથી પીવાનું પાણી લાવી રહ્યા છે.

વાસ્‍મોના મધુબેનના જણાવ્‍યાનુસાર સિયાદાના દુકાન ફળિયામાં કામ ફાઈનલ કરવાનું બાકી છે હાઉસ કનેક્‍શન ત્રણ જ લેવાયા હતા બાકીના જૂની હયાત યોજનામાંથી લેવા માટે હયાત પાઈપલાઈનનું રીપેરીંગનું કામ લેવાયું હતું. આ કામ પૂર્ણ કરવા કોન્‍ટ્રાક્‍ટરને સુચના આપી દીધેલ છે તે બે દિવસમાં આવશે આ કામનું બિલ પણ લખ્‍યું નથી.

Related posts

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment