September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ સેવા ઉપલક્ષમાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી તા.8 જાન્‍યુઆરી રવિવારના રોજ સમસ્‍ત સમાજ તરફથી આયોજન કરાયું છે. રક્‍તદાન કેમ્‍પ લાયન્‍સ પુરીબેન પોપટલાખા લાયન્‍સ બ્‍લડબેકમાં યોજાનાર છે. જીઆઈડીસી જૈન દેરાસર પાસે આયોજિત થનાર રક્‍તદાન કેમ્‍પને સફળ બનાવવા માટે સહયોગ સાથે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાની જાહેર અપીલ કરાઈ છે. રક્‍તદાન કરવા માટે ઉસ્‍તુકોએ સમાજના હોદ્દેદારો સર્વ મિતેશભાઈ ત્રિવેદી મો.નંબર 97258 09821, કાનાભાઈ પંચોલી 99099 41100, અમિતભાઈ ભટ્ટ 98243 02316, કૌશલભાઈ પંડ્‍યા 98242 38454,હિતેશભાઈ જોષી 94768 55207 નો સંપર્ક કરવા જણાવાયું છે. જીવન દરમિયાન રક્‍તદાન, મૃત્‍યુ બાદ અંગદાન તેમજ દેહદાન માટે સંકલ્‍પ નોંધવા સમસ્‍ત સમાજ દ્વારા અપીલ કરાઈ છે.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

Leave a Comment