October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી દ્વારા નરોલી દ્વારા ભવાની માતા મંદિર પાસે એક વ્‍યક્‍તિ એક્‍ટિવા નંબર ડીએન 09 પી-8500 પર પ્‍લાસ્‍ટિકની થેલીમાં દારૂ લઈ જતા જોવા મળ્‍યો હતો જેમાં અંદાજીત 3440 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો ગેરકાયદેસર જથ્‍થો મળી આવ્‍યો હતો. આરોપીનું નામ નારાયણલાલ પન્નારામ ચૌધરી રહેવાસી ખાડીપાડા અથાલ જે પોતે શ્રી રામદેવ કિરાણા અને જનરલ સ્‍ટોર નામની દુકાન પણ ચલાવે છે.
વધુમાં તેણે તેની દુકાનમાં દારૂનો જથ્‍થો એકઠો કર્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 8880 રૂપિયાની તંબાકુની પ્રોડક્‍ટ મળી આવી હતી. ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ દારૂ અને તંબાકુના જથ્‍થા અંગે આબકારી વિભાગ અને ફુડ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

ટુકવાડા અવધ ઉટોપિયામાં થયેલ ચોરીની કળી મેળવતી એલસીબી : ચોરીનો મોબાઈલ ખરીદનાર સુરતથી ઝડપાયો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

Leave a Comment