Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં ટોક શો યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં એમની આંતરીક ક્ષમતાઓ બહાર લાવી શકે અને વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે એક દિવસીય “Innovation and Opportunities for sustainable Future” પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી એન્‍જિનીયરીંગ કોલેજ, વલસાડથી ડો. ભદ્રેશ સુદાની અને ડો. મલાન રાજેશે ચર્ચામાં ભાગ લીધેલ 220 વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ મિત્રોને વિષય પર સમજાવ્‍યું હતું. તેમજ ઘણા વિધાર્થીઓ આ વિષય પર પોતાનો વિચાર રજૂ કર્યા હતા અને જાગૃત્તાશ્રીએ જરૂરી માર્ગદર્શન આપી સરકાર તરફથી સહાય મળે છે. તેની વિગતવાર સમજણ આપીને ભવિષ્‍યમાં પણ જરૂર પડયે મદદ કરવાની ખાત્રી આપીહતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન પ્રોફેસર ડો. યતીન વ્‍યાસે, પ્રોફેસર દિપક સાંકી તથા પ્રોફેસર શિવાલી ગજરેએ આયોજન કર્યુ હતું. સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે સમગ્ર વિદ્યાર્થીગણ તથા સ્‍ટાફ મિત્રો તેમજ વલસાડથી આવેલ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કરી વિદ્યાર્થીઓ આ ચર્ચામાં ભાગ લઈ જીવનમાં આગળ વધવાની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

Leave a Comment