Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો

ફાઈનલ મેચમાં જીતી ગયા વાદ સોશિયલ મીડિયામાં મુકાયેલા સ્‍ટેટ્‍સથી વિવાદ થયા બાદ સામ સામે લેખિત ફરિયાદ થઈ હતી : પોલીસે શરૂઆતમાં માત્ર એક પક્ષની ફરિયાદમાં જ ગુનો નોંધ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.07: ફરિયાદી અંકુર લલ્લુભાઈ પટેલ (રહે.સાદકપોર નાની કોળીવાડ તા.ચીખલી) ના ફળિયાની કોળીવાડ અને પહાડ ફળીયા વચ્‍ચે 12-મે-2024 ના રોજ મેચ રમાઈ હતી. જેમાં પહાડ ફળિયાની ટીમ વિજેતા થતા આ ટીમના 17-વર્ષીય સગીરે સોશ્‍યલ મીડિયાના વોટ્‍સએપ, ફેસબુક તથા ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર કોળીવાડ ફળીયાના છોકરાઓને મનદુઃખ થાય તેવું સ્‍ટેટ્‍સ મુકતા તે બાબતે આ સગીર યુવકને ફોન કરતા તેણે પહાડ ફળીયા અશોક રણછોડભાઈ કણબી પટેલને ત્‍યાં છું તમે ત્‍યાં આવો તેમ કહેતા ત્‍યાં પહોંચી દિવ્‍યેશભાઈ સગીરે મુકેલ વિડીયો અશોકભાઈને બતાવતો હતો. તે સમયે તેનો દીકરો અંકિત અને બાદમાં અશોકભાઈ, સગીર યુવક ત્રણેય ભેગા મળીને ગાળા ગાળી, મારા-મારી કરી ઢીક્કા-મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા મુજબની ફરિયાદમાં પોલીસે અશોક રણછોડભાઇ કણબી પટેલ, અંકિત અશોકભાઈ કણબી પટેલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 17-વર્ષીય સગીર(તમામ રહે.સાદકપોર પહાડ ફળીયા તા.ચીખલી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉપરોક્‍ત બનાવમાં સામ સામા પક્ષે પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અપાઈ હતી. જેમાં સમાધાન થઈ ગયા બાદ એક પક્ષની ફરિયાદની રજૂઆતમાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો. પરંતુ સામા પક્ષ દ્વારા રજૂઆત છતાં પોલીસે ગુનો નોંધવામાં રસ દાખવ્‍યો ન હતો. અને સતાધારી પક્ષના નેતાઓની લાંબી મથામણ બાદ પોલીસે બીજા પક્ષ સામે પણ ગુનો નોંધ્‍યો હતો. સતાધારી ભાજપ પક્ષના નેતાઓને ગુનો નોંધાવવા માટે હંફાવવાની પોલીસની નીતિરિતી ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment