મોટી દમણના જમ્પોર રોડ ખાતેની એક હોટલમાં દર શનિ અને રવિવારે ‘પોલીસની વિશેષ પરવાનગી’થી ધબકી રહેલો હુક્કાબાર અને અન્ય પ્રવૃત્તિઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણ પોલીસે કોઈપણ પ્રકારની પરવાનગી વગર હુક્કાબાર ચલાવી રહેલ 3 જેટલા બાર અને રેસ્ટોરન્ટમાં દરોડો પાડી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાભેલ સ્થિત તેજલ બાર, નાની દમણ ખાતે કારમોસ બાર અને કે.સી. બારમાં નશાકારક પદાર્થ અને તેને સેવન કરવાવાળી સામગ્રીમાં 14 નંગ હુક્કા, 11 બોક્સ હુક્કા ફલેવર અને 18 નંગ હુક્કા પાઈપને બરામદ કરવામાં આવ્યા છે.
મોટી દમણ જમ્પોર રોડ ખાતે આવેલ એક હોટલમાં પણ શનિ અને રવિવાર દરમિયાન મોટાપાયે હુક્કાબાર સહિતની અનેક પ્રવૃત્તિઓ ‘પોલીસની પરવાનગી’ સાથે ચાલી રહી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે.