(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.03: ચોમાસુંની ઋતુમાં વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકર્યો. જેને લઈને ચીખલીમાં સબ ડિસ્ટ્રિક સરકારી હોસ્પિટલમાં કેટલાક દિવસોથી 200 થી વધારે દર્દીઓનો ધસારોજોવા મળ્યો હતો. તાવ – શરદી – ખાસી જેવા દર્દીઓ ઓપીડીમાં તપાસ કરાવવા માટે લાઈન લાગી જવા પામી હતી.